Site icon Revoi.in

વડાપ્રધાન મોદીના ગુજરાતમાં આગમનથી તંત્રનો ધમધમાટ

Social Share

• વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે,
• સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે,
• ભાજપના નેતાઓ સાથે ગોષ્ઠિ કરશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આજે સાંજે વડાપ્રધાન ગુજરાત આવશે અને 17 તારીખે ગુજરાતથી રવાના થશે. વડાપ્રધાન બે દિવસની મુલાકાત દરમિયાન 10 હજાર કરોડના વિકાસના કોમોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે, મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટને સંબોધન, ગાંધીનગર-અમદાવાદ મેટ્રો રેલનું લોકાર્પણ કરશે, આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષા કરશે.

ત્રીજી વખત વડાપ્રધાનપદ સંભ્યાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે પ્રથામવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે રવિવારે બપોરબાદ સાંજે 4.30 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. અને એરપોર્ટથી સીધા વડસર એરફોર્સ સ્ટેશને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત કરશે. અને આજે સાંજે 6 કલાકે વડસરથી ગાંધીનગર રાજભવન પહોંચશે. આવતી કાલે સોમવારે સવારે 10 વાગ્યે મહાત્મા મંદિરમાં રેન્યુએબલ એનર્જી સમિટનું ઉદઘાટન કરશે. બપોરે 1.30 કલાકે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મેટ્રો રેલવે પ્રોજેકટનું લોકાર્પણ કરશે. બપોરે 3.30 કલાકે અમદાવાદના જીએમડીસીના મેદાનમાં વિકાસ કામોના લોકાર્પણ ખાતમૂહુર્ત અને સભાને સંબોધન કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન પરત ફરશે. તા.17મીએ અમદાવાદ એરપોર્ટથી ભનેશ્વર જવા રવાના થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાજે રાજ ભવન પહોંચ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે. 16 સપ્ટેમ્બરના રોજ સોમનાથ ટ્રસ્ટની 123મી વાર્ષિક બેઠક યોજાઈ રહી છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં મંદિરના વિકાસલક્ષી કાર્યોની ચર્ચા હાથ ધરવામાં આવશે. તેમજ મોદી રાજ્ય સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ સાથે પણ બેઠક કરી શકે છે અને સરકારની કામગીરીની સમીક્ષા હાથ ધરી શકે છે. દેશમાં ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં હાલ ચાલી રહેલા વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ તેમજ આગામી સમયમાં આકાર પામનાર પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા વિમર્શ કરી અને માર્ગદર્શન આપી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓ સાથે પણ બેઠક કરશે. મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા પણ થઈ શકે છે.