નવી દિલ્હીઃ રાશન ઘોટાલા મામલામાં શુક્રવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનામાં દરોડા પાડવા પહોંચી ED ટીમ પર ટીએમસી નેતાના સમર્થકોની ભીડએ હમલો કરી દિધો હતો. 800-1000 લોકોની ભીડને ED અધિકારીઓ સાથે કેંન્દ્રિય સુરક્ષાબલના જવાનોને પણ નિશાનો બનાવ્યા અને ગાડીમાં તોડફોડ કરી હતી.
ED અધિકારીઓ પર હુમલા પાછળના માસ્ટરમાઈન્ડ ટીએમસી નેતા સહજહાં શેખને માનવામાં આવે છે. હવે ED એ આ મામલામાં કાર્યવાહી કરતા ટીએમસી નેતા સહજહાંના સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. તપાસ એજન્સીએ આ નોટિસ તમામ એરપોર્ટ અને BSF સાથે પણ શેર કરી છે. ઘટના બાદ સહજહાં ફરાર છે. તપાસ એજન્સીની ફરિયાદના આધારે આરોપી ટીએમસી નેતા સામે ફરિયાદ નોધવામાં આવી છે અને લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
આ ઘટના એ વખતેની છે જ્યારે EDની ટીમ રાશન ઘોટાલા મામલામાં તપાસ સબંધીત TMC નેતા સહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગઈ હતી. દરમિયાન સહજહાંના સમર્થકોએ EDના અધિકારીઓ પર હુમલો કરી તેમના સાધનોને નિશાન બનાવ્યા હતા. હુમલામાં 3 અધિકારિયઓને ગંભીર ઈજા પહોચી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટોળાએ તેમના મોબાઈલ ફોન, રોકડ, પર્સ અને લેપટોપ પણ છીનવી લીધું હતું. આ ઉપરાંત ટોળા એ ED ટીમ સાથે હાજર સીઆરપીએફના જવાનોને પણ નિશાન બનાવ્યા હતા.
ED ટીમને નિશાન બનાવ્યા પછી પશ્ચિમ બંગાળમાં પણ રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસ અને ભાજપ શુક્રવારથી સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવી રહી છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન બદલવાની વાત કરી રહી છે. જ્યારે બીજેપીના નેતાઓનું કહેવું છે કે, સહજહાં શેખની હાલત પણ અનુબ્રત મંડલ જેવી થશે.