Site icon Revoi.in

ટ્રમ્પ પર હુમલા બાદ રશિયાએ કહ્યું બિડેન સરકારે વાતાવરણ જ એવું ઉભું કર્યુ……

Social Share

ટ્રમ્પ પર હુમલાને લઇને રશિયાએ બિડેન સરકારને જવાબદાર ગણાવી છે.. રશિયાનું કહેવું છે કે બિડેન સરકારે એવું વાતાવરણ બનાવ્યું છે, જેના કારણે ટ્રમ્પ પર આ હુમલો થયો છે. રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે બહાર બેઠેલા તમામ સમીક્ષકો જાણતા હતા કે ટ્રમ્પના જીવને ખતરો છે.

ટ્રમ્પ પરના હુમલાને લઈને રશિયન પ્રવક્તાએ કહ્યું, ‘અમે નથી માનતા કે ટ્રમ્પ પર હુમલા પાછળ અમેરિકાની વર્તમાન સરકારનો હાથ છે, પરંતુ એ વાત સાચી છે કે વર્તમાન સરકારે એવું વાતાવરણ ઊભું કર્યું છે જેના કારણે ટ્રમ્પ પર હુમલો થયો છે, અને એક એવું વાતાવરણ ઉભું કર્યું છે જેની સામે આજે અમેરિકા સંઘર્ષ કરી રહ્યું છે. પેસ્કોવે કહ્યું, ‘ટ્રમ્પને રાજકારણમાંથી દૂર કરવાના ઘણા પ્રયાસો થયા. પ્રથમ કાનૂની સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો, પછી અદાલતોનો. આ સ્વાભાવિક હતું કેમ કે બહાર બેઠેલા તમામ સમીક્ષકોને એ વાતનો ખ્યાલ હતો કે ટ્રમ્પનો જીવ જોખમમાં છે.

તમને જણાવી દઈએ કે રવિવારે પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, આ હુમલામાં ટ્રમ્પનો જીવ બચી ગયો હતો અને તેમના પર છોડવામાં આવેલી ગોળી તેમના કાનને સ્પર્શીને નીકળી ગઇ હતી. આ હુમલામાં રેલીમાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. એફબીઆઈએ હુમલાખોરની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરી હતી, જેને તુરંત ઠાર કરી દેવાયો હતો. હુમલા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી અને તપાસ ચાલી રહી છે.

જો કે, રાષ્ટ્રપતિ બિડેને ટ્રમ્પ પરના હુમલાની નિંદા કરી અને કહ્યું કે અમેરિકામાં આ અથવા કોઈપણ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. કોઈના પર કોઈ પણ ઘાતક હુમલો એ સિદ્ધાંતોની વિરુદ્ધ છે જેના માટે અમેરિકાની એક રાષ્ટ્ર તરીકે દુનિયામાં ઓળખ છે. આપણે આવું થવા દઈ શકીએ નહીં. દેશવાસીઓને સંબોધતા બિડેને કહ્યું કે આપણે દેશમાં રાજકીય તાપમાન ઘટાડવાની જરૂર છે અને યાદ રાખો કે આપણા વચ્ચે મતભેદ હોઈ શકે છે, પરંતુ આપણે એકબીજાના દુશ્મન નથી.