દિલ્હીઃ બ્રેકઅપ પછી કેટલીક વાર કપલ એક-બીજા સાથે બદલો લેવા માટે નવી-નવી તરકીબો અજમાવે છે. આવો જ એક ચોંકાવનારી ઘટના ચીનમાં સામે આવી છે. ચીનમાં એક યુવતીએ પોતાના પૂર્વ પ્રેમી સાથે બદલો લેવા માટે એવુ કારસ્તાન કર્યું કે તેમાં ખુજ યુવતી જ ફસાઈ ગઈ.
મીડિયા રિપોર્ટ અનુસાર ચીનના શાક્સિંગ શહેરમાં કિયાન નામની એક યુવતી રેડલાઈટ હોવા છતા મોટરકાર વડે એક-બે નહીં 49 વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંધન કર્યું હતું. 50મી માવર જ્યારે પૂર ઝડપે સિગ્નલ તોડીને ભાગવાનો પ્રયાસ કરતી હતી ત્યારે જ પોલીસે તેને ઝડપી લીધી હતી.
પોલીસે કિયાનની સાથે અન્ય એક સાથીદારને પણ ઝડપી લીધો હતો. જેણે આ કાર ભાડે લીધી હતી. પોલીસે જ્યારે કારના માલિક વિશે તપાસ કરી તો ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કારનો માલિક ચેન નામનો યુવાન છે અને ચેન એ કિયાનનો જુનો બોયફ્રેન્ડ છે.
રિપોર્ટ અનુસાર કિયાને પોતાના એક મિત્રની મદદથી પૂર્વ બોયફ્રેન્ડ ચેન પાસેથી ભાડેથી કાર લીધી હતી. જે બાદ યુવતીએ 49 વાર રેડ સિગ્નલ તોડ્યું હતું. હવે પોલીસે તેને ઝડપી લીધી છે.