1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટનગર ગાંધીનગર આંદોલનકારીઓનું હબ બની ગયા બાદ સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો
પાટનગર ગાંધીનગર આંદોલનકારીઓનું હબ બની ગયા બાદ સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

પાટનગર ગાંધીનગર આંદોલનકારીઓનું હબ બની ગયા બાદ સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે પાટનગર ગાંધીનગરમાં સરકારના જુદા જુદા કર્મચારી મંડળો, ખેડુતો, સહિત સંગઠનો દ્વારા ઘરણાં સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના અધિક કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે. તા. 3જીથી 17મી સપ્ટેંબર સીધું શહેરી વિસ્તારમાં કોઇ વ્યક્તિઓ મંડળ બનાવી સરધસ- રેલી કાઢવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે હવે 17મી સુધી ગાંધીનગરમાં સાભા-સરઘસ રેલી કે ધરણા યોજી શકાશે નહીં.

આ અંગે ગાંધીનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.ડી.સિંહે જણાવ્યું હતું કે, ગાંધીનગર ગુજરાતનું પાટનગરનું શહેર છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં વિધાનસભા, સચિવાલય, રાજભવન, મંત્રીઓના નિવાસસ્થાનો, ખાતાઓના વડાઓની કચેરી, ઉભોગ ભવન, બહુમાળી ભવન, એમ.એલ.એ.કવાર્ટસ, શાળા- કોલેજો જેવી સરકારી ઇમારતો આવેલી છે. ગાંધીનગર ખાતે વિવિધ મંડળો તેમની માંગણી અર્થે રજૂઆતો કરવા તથા આવેદનપત્ર આપવા સારું પ્રતિનિધિ મંડળ દ્વારા રેલી, સરઘસ સ્વરૂપે ગાંધીનગરમાં આવતા જતા હોય છે. ગાંધીનગરના ઘ-૩ ખાતે વિવિઘ મંડળો તથા વ્યક્તિઓ દ્વારા પ્રતિક ઉપવાસના કાર્યક્રમો ચાલુ હોય છે. જેથી ગાંધીનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે ખૂબ જરૂરી છે. કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર તરીકે મળેલ સત્તાની રૂએ તા. 3જીથી થી 17 સપ્ટેમ્બરનાં 24 કલાક સુધીની મુદત માટે ચાર કરતાં વઘુ વ્યક્તિઓ એક સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇ શકશે નહિ.કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા માટે પણ મનાઇ ફરમાવવામાં આવે છે.

વધુમાં તેમણે ઉમેર્યું છે કે આ હુકમ ફરજ પરના સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તેવી વ્યક્તિઓને, ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડા અને સ્મશાન યાત્રાને લાગું પડશે નહિ. તેમજ સંબંઘિત મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરફથી પોલીસ અભિપ્રાય મેળવી ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવેલ હોય તેમને લાગું પડશે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code