Site icon Revoi.in

કોર્પોરેશનની ચૂંટણી બાદ માસ્ક વગર ફરતા લોકોને ઝડપી લેવા પોલીસ બની સક્રીય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ ગઈકાલે જાહેર થયાં છે. કોર્પોરેશનની ચૂંટણીના બંદોબસ્તને પગલે શહેરી વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકોને પકડવાની કામગીરી ધીમી પડી હતી. જો કે, ચૂંટણી સંપન્ન થયા બાદ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં જ પોલીસે માસ્ક વગર ફરતા લોકોને ઝડપી લઈને દંડાત્મક કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ચૂંટણી યોજાઈ હતી. પોલીસ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાથી સામાજીક અંતર અને માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી મંદ પડી હતી. બીજી તરફ ચૂંટણીસભાઓ અને રેલીઓમાં અનેક જગ્યાએ સરકારની ગાઈડલાઈનનો ભંગ થયો હોવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, કોર્પોરેશનની ચૂંટણીની કામગીરીમાંથી પોલીસે હવે રાહત મળી છે. બીજી તરફ ગુજરાતના પડોશી રાજ્યોમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. એટલે ફરીથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસે પણ હવે માસ્ક નહીં પહેરનાર લોકોની સામે કાર્યવાહી વેગવંતી બનાવી છે. અમદાવાદમાં પોલીસે એક જ દિવસમાં 63 વ્યક્તિઓને ઝડપી લઈને તેમની પાસેથી દંડ વસુલ્યો હતો.

એક પોલીસ અિધકારીના જણાવ્યા અનુસાર, કોરોના વકરે તેવી ભીતિ જણાઈ રહી છે અને માસ્ક પહેરવાના મામલે લોકોની બેદરકારી વધી રહી છે. આ સંજોગોમાં આગામી દિવસમાં માસ્ક અને જાહેરમાં થૂંકવા તેમજ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવા મામલે પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી કરવામાં આવી છે.