Site icon Revoi.in

ગાંઘીજીની પૂણ્યતિથિ પર પીએમ મોદીએ રાજઘાટ પહોંચી શ્રદ્ધાંજલી પાઠવી

Social Share

દિલ્હીઃ- દિલ્હીઃ-  દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 75મી પુણ્યતિથિ છે.દેશભરમાં ગાંઘીજીને આજે યાદ કરવામાં આવી રહ્યા છે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મહાત્મા ગાંધીને પોતાના યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવતચા હોય છે,દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનો મહત્વો ફાળો રહ્યો છે.આ સાથે જ તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

વડા પ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું હતુંકે ‘હું બાપુને તેમની પુણ્યતિથિ પર નમન કરું છું અને તેમના વિચારોને યાદ કરું છું. દેશની સેવામાં શહીદ થયેલા તમામ લોકોને પણ હું નમન કરું છું.

આ સહીત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમની સાથે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ બાપુને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા.

 ભારત આજના ખાસ દિવસે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસની ઉજવણી કરે છે જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. તેથી જ દેશના ‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીની પુણ્યતિથિના અવસર પર શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે 1948માં મહાત્મા ગાંધીની નવી દિલ્હીમાં બિરલા હાઉસના પરિસરમાં નાથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.