ભાજપનો ભ્રમ અને કપટ દૂર થઈ જશેઃ ઉત્તરપ્રદેશમાં પરાજય બાદ અખિલેશ યાદવે અંતે મૌન તોડ્યું
લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થયું હતું. જેમાં ઉત્તરપ્રદેશમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે, જો કે, 2017ની સરખામણીમાં સમાજવાદી પાર્ટીની બેઠકોમાં વધારો થયો છે. પરિણામ જાહેર થયાના કલાકો બાદ આખરે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સુપ્રીમો અખિલેશ યાદવે મૌન તોડ્યું છે. તેમજ કહ્યું છે કે, 2017ની સરખામણીમાં બેઠકમાં વધારો થયો છે, હવે ભાજપનો ભ્રમ અને કપટ દૂર થઈ જશે.
उप्र की जनता को हमारी सीटें ढाई गुनी व मत प्रतिशत डेढ़ गुना बढ़ाने के लिए हार्दिक धन्यवाद!
हमने दिखा दिया है कि भाजपा की सीटों को घटाया जा सकता है। भाजपा का ये घटाव निरंतर जारी रहेगा।आधे से ज़्यादा भ्रम और छलावा दूर हो गया है बाकी कुछ दिनों में हो जाएगा।
जनहित का संघर्ष जीतेगा!
— Akhilesh Yadav (@yadavakhilesh) March 11, 2022
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ક્લીન સ્વીપ મળી છે અને 250થી વધારે બેઠકો ઉપર ભગવો લહેરાયો છે. પરિણામ જાહેર થયા બાદ આજે સપાના વડા અખિલેશ યાદવે ટ્વીટ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની જનતાનો અમારી બેઠકો અઢી ગણી વધારવા અને મતની ટકાવારી દોઢ ગણી વધારવા બદલ આભાર. અમે બતાવી દીધું છે કે, ભાજપની બેઠકો ઘટાડી શકાય છે. ભાજપની બેઠકો ઘટવાનો ક્રમ નિરંતર ચાલુ જ રહે શે. અડધાથી વધારે ભ્રમ અને કપટ દૂર થયો છે અને બાકી કેટલાક દિવસોમાં થઈ જશે. જનહિતનું સંઘર્ષ યથાવત રહેશે.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 250થી વધારે બેઠકો ઉપર વિજય થયો છે. જ્યારે સમાજવાદી પાર્ટીનો 130 જેટલી બેઠકો ઉપર વિજય થયો છે. બીજી તરફ કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટીનો પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે અને સિંગલ ડીજીટમાં જ જીત થયો છે. પક્ષપલ્ટો કરનારા અનેક નેતાઓને મતદારોએ જાકારો આપ્યો છે. આગામી દિવસોમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરશે.