મથુરાઃ દક્ષિણ ભારતના મંદિરોમાં પહેલાથી જ યુવક કે યુવતીઓ સહીત કોઈ પણ ભક્તોને મંદિરમાં ટૂંકા વસ્ત્ર પહેરીને આવવા પર પ્રતિબંઘ છે ત્યારે હવે આ શ્રેણીમાં દેશભરના અનેક મંદિકો ઘીરે ઘીરે સમાવેશ પામી રહ્યા છે ઘણા મંદિરોમાં હવે ડ્રેસ કોડ લાગૂ કરી દેવાયો છે ત્યારે હવે મથપરાના પાગલ બાબા મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વૃંદાવન-મથુરા રોડ પર સ્થિત પાગલ બાબા મંદિરમાં ટૂંકા કે વેસ્ટર્ન વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ મામલે મંદિરના પ્રબંધન દ્વારા મંદિરના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા તેમજ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ આવા માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા છે.
આ ડ્રેસ કોડ લાગુ કરવાની બાબતે પાગલ બાબા મંદિરના મેનેજર એ મંદિરમાં આવતા ભક્તોને સૂચના આપતું બોર્ડ લગાવ્યું છે કે તમામ પુરુષ અને સ્ત્રી ભક્તોએ સાધારણ વસ્ત્રોમાં જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. જો તમે ટૂંકા કપડા, હાફ પેન્ટ, બર્મુડા, મીની સ્કર્ટ, નાઈટ સૂટ, કટ ઓફ જીન્સ, ફ્રોક્સ વગેરે પહેરીને આવો તો મંદિરની બહાર જ રહો,ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને ધ્યાનમાં રાખીને ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. આધુનિક વસ્ત્રોને બદલે ભક્તોએ સાધારણ વસ્ત્રોમાં મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ, અન્યથા બહારથી જ દર્શન કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વૃંદાવનના રાધાદામોદર મંદિરમાં પણ ગોસ્વામીઓએ ભક્તોને પરંપરાગત વસ્ત્રો પહેરીને જ મંદિરમાં પ્રવેશવાનું કહ્યું હતું. ટૂંકા અને કપડા પહેરીને મંદિરમાં ન આવવા સૂચના આપવામાં આવી હતી. આ માટે મંદિર પરિસર અને પ્રવેશદ્વાર પર સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા.