- સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવી વિક્રમ બત્રાની કહાનિ
- કવિતાના માધ્યમથી તેમના જીવન સફની વાત કરી
મુંબઈઃ છેલ્લા થોડા દિવસોમાં રિલીઝ થયેલી બોલિવૂની દેશભક્તિની ફિલ્મ શેરશાહે લોકોના દિલ જીત્યા છે,કારગિલ યુદ્ધના નાયક કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક ‘શેર શાહ’ દર્શકો-વિવેચકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં વિક્રમ બત્રાની ભૂમિકામાં સિદ્ધાર્થે દરેકનું દિલ જીતી લીધું છે ,ફિલ્મના અંતમાં દરેક દર્શકોની આંખો નમ થયેલી જોવા મળે છે, વિક્રમ બત્રાની વીરતાની વાર્તા સ્ક્રીન પર સૌપ્રથમ જણાવ્યાબાદ, સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન બત્રાની યાત્રાને ઈમોશનલ અને મોટિવેશનલ કવિતા દના માધ્યમથી બયા કરી છે.
આ કવિતાના શબ્દો ડાયરેક્ટ તમારા દિલને સ્પર્શે છે,…….”પહાડોની ગોદમાં બેસી કારગીલની જંગ લડી,પોતાના ઘર અને લોકો સુરક્ષિત રહે તે માટે તેણે આ લડાઈ લડી હતી, તેનું ફિતૂર યે દિલ માંગે મોર હતું, કોઈ આંખ ઉઠાવી વતનને દેખે તે નહોતું તેને મંજૂર”…કવિતાની આ લાઈન દર્શકોને ઘણી ઈમોશનલ કરનારી છે.
https://www.instagram.com/primevideoin/?utm_source=ig_embed&ig_rid=8eefa8e9-621f-4550-827a-6c6dac329b4c
એમેઝોન પ્રાઇમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ જોવા મળી રહ્યો છે. જોકે આ વીડિયો શેર કરતા વીડિયોને ‘શેર શાહ કી દાસ્તાન’ નામ આપવામાં આવ્યું છે. ‘શેર શાહ કી વીર દાસ્તાન’ દ્વારા કેપ્ટન વિક્રમ બત્રા અને તે તમામ બહાદુર અમર નાયકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વીડિયોમાં સિદ્ધાર્થ એક હૃદયસ્પર્શી કવિતા સંભળાવતો જોવા મળે છે. તેમણે પોતાની કવિતા દ્વારા વિક્રમ બત્રાની યાત્રા વર્ણવી છે.
સિદ્ધાર્થની કવિતાની દરેક પંક્તિ તમરા રુંવાટા ઊભા કરે તેવી હ્દયસ્પર્શી સાઁભળવા મળે છે. વિક્રમ બત્રાના બાળપણથી લઈને તેમની શહીદી સુધી, સિદ્ધાર્થે આ કવિતા દ્વારા જે રીતે બધું કહ્યું છે તે એકદમ અદભૂત છે. ”