- ભારતીય ટીમમાં દ્રવીડની જગ્યા લક્ષ્મણ લે તેવી શકયતા
- હાલ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા છે
નવી દિલ્હીઃ હાલ ભારતમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. જેમાં ભારત જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે અને આ વખતે ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બને તેવી આશા વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો બીસીસીઆઈ સાથેનો કરાર વર્લ્ડકપ બાદ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી રાહુલ દ્રવીટ બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ વીવીએસ લક્ષ્ણ બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીટ ટીમ હાલ વર્લ્ડકપ રમી રહી છે અને વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી-20ની સિરીઝ રમશે. આગામી દિવસોમાં રાહુલ દ્રવીડનો બીસીસીઆઈ સાથે કરાર પુર્ણ થઈ રહ્યો છે, જેથી બીસીસીઆઈ દ્વારા નવા કોચની નિમણુંકને લઈને કવાયત શરુ કરવામાં આવી છે. ભારતીય ટીમમાં રાહુલ દ્રવીડની ગેરહાજરીમાં મુખ્ય કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણે નિભાવી હતી. હાલ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા છે. કોચ પદ માટે નવી અરજીમાં વીવીએસ લક્ષ્મણ ખૂબ જ પ્રબળ દાવેદાર છે. લક્ષ્મણ એનસીએના વડા હોવાથી અને તેમની પાસે કોચિંગનો પણ સારો અનુભવ છે.
રવિ શાસ્ત્રીએ કોચ પડ છોડ્યા બાદ રાહુલ દ્રવીડને ભારતીય ટીમના કોચ બનાવવામાં આવ્યાં હતા. બીજી તરફ બીસીસીઆઈ સાથેનો કરાર પૂર્ણ થયા બાદ રાહુલ દ્રવીડ ફરી એકવાર આઈપીએલ 17માં સક્રીય થશે. રાહુલ દ્રવીડ અગાઉ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સના કોચ તરીકે સેવા આપી ચુક્યાં છે.