Site icon Revoi.in

લોકસભા ચૂંટણી બાદ દિલ્હી વિધાનસભા ભંગ કરી દેવાશે, અરે કોઈના બાપની જાગીર છે: કેજરીવાલ

Social Share

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચામાં સામેલ થયા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ કે આ હાઉસમાં અમારી બહુમતી છે. મારી પાસે બે ધારાસભ્યો અને કહ્યુ કે ભાજપવાળાએ તેમને સંપર્ક કર્યો છે. અમે તેના પુરાવા કેવી રીતે આપીએ. ક્યાંક સગા-સંબંધીને ત્યાં, તો ક્યારેક પાર્કમાં આવી જાય છે. આમ આદમી પાર્ટી પ્રમુખે ઈડીના સમન પર કહ્યુ કે ભાજપ તેમની ધરપકડ કરવા ચાહે છે. તેમણે કહ્યુ કે કેજરીવાલને એરેસ્ટ લઈશું, પરંતુ કેજરીવાલના વિચારોને કેવી રીતે એરેસ્ટ કરશો?  આખો દેશ જોઈ રહ્યો છે. હવે લોકો પ્રશ્ન પુછી રહ્યા છે કે શું પીએમ મોદી કેજરીવાલને ખતમ કરવા ચાહે છે, કચડવા માંગે છે?  આજે દુનિયામાં ભાજપનો સૌથી મોટો ચેલેન્જર આમ આદમી પાર્ટી છે. જો 2014માં ભાજપ નહીં હારે, તો 2029માં આમ આદમી પાર્ટી દેશને ભાજપમાંથી મુક્તિ અપાવશે.

ભાજપના ધારાસભ્ય અને દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીરસિંહ બિધુડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધારાસભ્યોના ખરીદ-વેચાણના આરોપો પર કહ્યુ કે અમે દિલ્હી પોલીસ કમિશનરને આગ્રહ કર્યો છે કે મામલાની તપાસ કરવામાં આવે અને તેમાં સચ્ચાઈ છે, તો કડકમાં કડક સજા આપવામાં આવે. પરંતુ કેજરીવાલ અને મંત્રી આતિશી પોતાના આરોપોનમાં દિલ્હી પોલીસનો સહયોગ કરી રહ્યા નથી. કેજરીવાલે કેન્દ્ર સરકાર અને ભાજપ પર ખૂબ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે ભાજપના ભવિષ્યને આમ આદમી પાર્ટીથી ખતરો છે. માટે તે અમારાથી ગભરાયેલી છે. દિલ્હીમાં 70માંથી 67 બેઠકો આમ આદમી પાર્ટીની આવી અને ભાજપને 3 બેઠકો મળી. આ લોકોએ કેન્દ્રમાં સરકાર બન્યા બાદ અમને ખુબ હેરાન કર્યા. પરંતુ 2020ની દિલ્હી ચૂંટણીમાં 70માંથી 62બેઠકો આવી. તેમને દિલ્હીની હાર પચતી નથી. ભાજપની સરકાર એક રાજ્યમાં વીજળી મફત કરીને દેખાડે. પંજાબ અને દિલ્હીમાં પાવરકટ ઝીરો થઈ ગયો છે. ભાજપને મારી ચેલેન્જ છે કે તેઓ ગુજરાતમાં 10 સ્કૂલોને ઠીક કરીને દેખાડે.

દિલ્હીના સીએમએ પોતાના સંબોધનમાં કહ્યુ છે કે મોટા દુખની સાથે કહેવું પડે છે કે આ લોકોએ કેજરીવાલનું કામ રોકવાની કોશિશ કરી. હોસ્પિટલોમાં દવાઓ બંધ કરાવી દીધી. ટેસ્ટ બંધ કરાવી દીધા. આ લોકોને પાપ લાગશે. દુશ્મની કેજરીવાલ સાથે છે, તો તેનો બદલો દિલ્હીવાળાઓથી કેમ લઈ રહ્યા છે. દિલ્હીના લોકોને મારવા ચાહો છો શું? મારા રૂમમાં ચ્હા પિવડાવનારા કર્મચારી પર પણ મારો કંટ્રોલ નથી. આઈએએસ અધિકારી અને કર્મચારીઓ રડી રહ્યા છે. મારી પાસે એક અધિકારી આવ્યા અને ટપટપ આંસુ વહેવડાવા લાગ્યા. તેમણે કહ્યુ કે અમારા પર દિલ્હીના મંત્રીઓનું કામ નહીં કરવાનું દબાણ બનાવાય રહ્યું છે. ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરીને નાણાં જારી નહીં કરવાની ધમકી અપાય રહી છે. કોર્ટે ફંડ જાહેર કરવાનો આદેશ કર્યો છે, પરંતુ તેમણે હજી સુધી કોર્ટનો આદેશ માન્યો નથી.

કેજરીવાલે કહ્યુ છે કે પાણી બિલ માફીનો પ્રસ્તાવ કેજરીવાલ કરાવીને છોડશે. અમે ઘણાં નાના લોકો છીએ. અમારી કોઈ ઓકાત નથી. મોટા મોટા ષડયંત્ર અમારી વિરુદ્ધ થઈ રહ્યા છે. પરંતુ અમે ટકેલા છીએ, કારણ કે કરોડો લોકોની દુવાઓ અમારી સાથે છે. બદદુઆ આ (ભાજપ) લોકોની સાથે છે. દેશભરમાં ભાજપે જેટલા ધારાસભ્યો ખરીદયા, તેના માટે નાણાં ક્યાંથી આવ્યા ?  કોઈના ઘરમાં પણ દરોડો પાડવા ઘૂસી જાય છે. એક ચારઆની એક પૈસો મળતો નથી. અમારી મિલ્કત લોકોના દિલોમાં છે, જ્યાં શોધી રહ્યા છો, ત્યાં નથી. દિલ્હીના સીએમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી પુણ્યની રાજનીતિ કરે છે. ભાજપ પાપની રાજનીતિ કરે છે. લોકોએ નક્કી કરવાનું છે કે તેમને શું જોઈએ. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં જીતવા પર તેઓ દિલ્હીમાં વિધાનસભા ભંગ કરી દેશે. તેમણે ભાજપને આવું કરવાનો પડકાર ફેંકતા કહ્યુ છે કે અરે કોઈના બાપની જાગીર છે દિલ્હી? કે વિધાનસભા ભંગ કરી દેશો.

ભાજપના નેતા રામવીર બિધૂડીએ કહ્યુ છે કે દારૂ નીતિ ગોટાળા કેસમાં મનીષ સિસોદિયા અને એક સાંસદને જેલમાં જવું પડયું. નવી દારૂ નીતિથી દિલ્હી સરકારના ખજાનાને નુકશાન થયું. મુખ્યમંત્રીએ ગૃહમાં જવાબ આપવો જોઈએ કે જ્યારે કોઈ ખામી ન હતી, તો પછી નવી દારૂ નીતિ પાછી કેમ લેવામાં આવી?  દિલ્હી જળ બોર્ડમાં પણ ગોટાળો થયો છે. જળ બોર્ડ આજે ખોટમાં ચાલી રહ્યં છે. આ ગોટાળો ત્યારે થયો કે જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હી જળ બોર્ડના ચેરમેન હતા. મોહલ્લા ક્લિનિકમાં 65 હજાર ટેસ્ટ નકલી થયા. મહિલા સુરક્ષા માટે બસોમાં પેનિક બટન લગાવવામાં પણ ગોટાળો થયો. દિલ્હી સરકારે ફીડબેક યૂનિટ બનાવીને જાસૂસીનું કામ કર્યું. મુખ્યમંત્રીનું સારું ઘર હોવું જોઈએ. નવું ઘર બનાવવામાં 33 હજાર કરોડ ખર્ચાયા. પરંતુ નક્શો મંજૂર કેમ કરાવ્યો નહીં ?  ન રાજા રહેશે, ન રાણી રહેશે. આ દુનિયા છે ફાની અને ફાની રહેશે. આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો પર એકલા બિધૂડી ભારે પડે છે.