દિલ્હીઃ- સંસદનું ચોમાસુ સત્ર દરમિયામ અનેક હોબાળો ચાલી રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી સર્વિસ બિલ ચર્ના વિષય હતુ જેને લોકસભામાં પાસ કર્યા બાદ હવે રાજ્યસભામાં પણ પાસ કરવામાં આવ્યું છેં એટલે કે લોકસભા બાદ હવે દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે.બિલની તરફેણમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે આ બિલનો હેતુ દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ સુનિશ્ચિત કરવાનો છે. બિલની એક પણ જોગવાઈથી અગાઉ જે સિસ્ટમ હતી તેમાં સહેજ પણ ફેરફાર થઈ રહ્યો નથી.
દિલ્હી સર્વિસ બિલને રાજ્યસભામાં વોટિંગ માટે મૂકવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષે મતદાનની માંગ કરી હતી. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા તમામ સુધારા બિલ પર મતદાન પહેલા પડ્યા હતા. આ અંગે વિભાગીય મતદાન યોજવાનું નક્કી કરાયું હતું. પરંતુ ટેકનિકલ ખામીના કારણે ઈલેક્ટ્રોનિક વોટિંગ થઈ શક્યું ન હતું.ત્યાર બાદમાં સ્લિપ દ્વારા ગૃહમાં મતદાન કરવામાં આવ્યું હતું.
જાણકારી પર્માણે બિલના સમર્થનમાં 131 વોટ પડ્યા જ્યારે બિલના વિરોધમાં 102 વોટ પડ્યા. બિલ પાસ થયા બાદ સત્તાધારી પક્ષે મોદી-મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જેના જવાબમાં વિપક્ષે ભારત, ભારત ના નારા લગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ બિલનો આપ, કોંગ્રેસ સિવાય, વિપક્ષી ગઠબંધન ભારતના તમામ લોકોએ સખત વિરોધ કર્યો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. જેને બીજુ જનતા દળ અનેકોંગ્રેસ પાર્ટીએ પણ તેને ટેકો આપ્યો હતો.