Site icon Revoi.in

લોકસભા બાદ હવે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ

Social Share

દિલ્હીઃ- સંસદનું ચોમાસુ સત્ર દરમિયામ અનેક હોબાળો ચાલી રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી સર્વિસ બિલ ચર્ના વિષય હતુ જેને લોકસભામાં પાસ કર્યા બાદ હવે રાજ્યસભામાં પણ પાસ કરવામાં આવ્યું છેં એટલે કે  લોકસભા બાદ હવે દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે.બિલની તરફેણમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા હતા. 

આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિલને પસાર કરવા માટે ગૃહમાં મૂક્યું હતું. તે જ સમયે, ચર્ચાનો જવાબ આપતા, ગૃહમંત્રીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આ બિલ સત્તા માટે નથી. અમે દિલ્હીના લોકોની સેવા કરવા આતુર છીએ. તેમણે કહ્યું કે મહાગઠબંધન બચાવવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ખોળામાં બેસી ગઈ છે. શાહે કહ્યું કે દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેની પાસે મર્યાદિત શક્તિઓ છે.

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે આ બિલનો હેતુ દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ સુનિશ્ચિત કરવાનો છે. બિલની એક પણ જોગવાઈથી અગાઉ જે સિસ્ટમ હતી તેમાં સહેજ પણ ફેરફાર થઈ રહ્યો નથી.

 દિલ્હી સર્વિસ બિલને રાજ્યસભામાં વોટિંગ માટે મૂકવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષે મતદાનની માંગ કરી હતી. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા તમામ સુધારા બિલ પર મતદાન પહેલા પડ્યા હતા. આ અંગે વિભાગીય મતદાન યોજવાનું નક્કી કરાયું હતું. પરંતુ ટેકનિકલ ખામીના કારણે ઈલેક્ટ્રોનિક વોટિંગ થઈ શક્યું ન હતું.ત્યાર બાદમાં સ્લિપ દ્વારા ગૃહમાં મતદાન કરવામાં આવ્યું હતું.

જાણકારી પર્માણે બિલના સમર્થનમાં 131 વોટ પડ્યા જ્યારે બિલના વિરોધમાં 102 વોટ પડ્યા. બિલ પાસ થયા બાદ સત્તાધારી પક્ષે મોદી-મોદી અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા. જેના જવાબમાં વિપક્ષે ભારત, ભારત ના નારા લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ બિલનો  આપ, કોંગ્રેસ સિવાય, વિપક્ષી ગઠબંધન ભારતના તમામ લોકોએ  સખત વિરોધ કર્યો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું. જેને બીજુ જનતા દળ અનેકોંગ્રેસ પાર્ટીએ પણ તેને ટેકો આપ્યો હતો.