Site icon Revoi.in

ગીરના વનરાજોનો મેટિંગ પિરિયડ પુરો થતાં સિંહ દર્શન ખૂલ્લું મકાતા પ્રવાસીઓ ઉમટ્યાં

Social Share

જૂનાગઢ : ગીરના સાંસણમાં અભ્યારણ્યમાં સિંહ દર્શનના દ્વાર પ્રવાસીઓ માટે ખૂલતા મોટી સંખ્યામાં પ્રવીઓ ઉમટી પડ્યા છે.  16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીરમાં સાવજોનું વેકેશન હોય છે. ત્યારે રવિવારે વેકેશન પૂર્ણ થયા બાદ ગીરના દરવાજા પ્રવાસીઓ માટે ખૂલ્યા છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા. ગીર જંગલ સફારીની પ્રથમ જિપ્સીને વન વિભાગ દ્વારા પ્રસ્થાન કરાવાયુ હતું. વન વિભાગ દ્વારા પ્રવાસીઓને પુષ્પ ગુચ્છ આપી વેલકમ કરવામા આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 16 જૂન થી 15 ઓકટોબર દરમિયાન સિંહોનો સવંનન કાળ અને ચોમાસાની ઋતુને કારણે ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાયું હતું.  આ ચાર મહિના માટે વનરાજો માટે વેકેશન જાહેર કરાયું હતું. ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેઓને રેસ્ક્યુ કરી બચાવની કામગીરી કરવામાં આવતી હોય છે.

ચોમાસાના ચાર મહિનામાં વરસાદને કારણે જંગલના રસ્તાઓ બિસ્માર બની જાય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન કરવા પડે છે. જેથી વેકેશન ખૂલે એટલે મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેનું વન વિભાગ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગીરનું સાસણ અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકાતા પ્રથમ દિવસે અનેક પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.(file photo)