દિલ્હી:ઈન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની મુલાકાત બાદ ભારતીય નાગરિકોના પક્ષમાં સારા સમાચાર આવ્યા છે.વાસ્તવમાં પીએમ મોદીને મળ્યા બાદ ઋષિ સુનકે ભારતના યુવા પ્રોફેશનલ્સને દર વર્ષે યુકેમાં કામ કરવા માટે 3,000 વિઝા આપવાની લીલી ઝંડી આપી દીધી છે.
બ્રિટિશ સરકારે ગયા વર્ષે જણાવ્યું હતું કે, યુકે-ભારત સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારીની મજબૂતાઈ પર પ્રકાશ પાડતા, આવી યોજનાનો લાભ મેળવનાર ભારત એકમાત્ર વિઝા ધરાવતો પ્રથમ દેશ છે.
આ નિર્ણય પછી બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું કે,આજે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં 18-30 વર્ષની વયના ડિગ્રી-શિક્ષિત ભારતીય નાગરિકોને 3,000 જગ્યાઓ ઓફર કરવામાં આવી છે, જેથી તેઓ યુકેમાં આવીને બે વર્ષ સુધી રહી શકે અને કામ કરી શકે.