1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં RTO સાથેની બેઠક બાદ સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાઈ,
અમદાવાદમાં RTO સાથેની બેઠક બાદ સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાઈ,

અમદાવાદમાં RTO સાથેની બેઠક બાદ સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાઈ,

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે મંગળવારથી સ્કુલવાન ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. આરટીઓ દ્વારા વગર પરમિટે ચાલતા સ્કુલવાન સામે ઝૂંબેશ આદરતા સ્કુલવાન ચાલકોના એસોસિએશને પરમિટ લેવા માટે ત્રણ મહિનાની મુદતની માગણી કરી હતી. પણ માગ ન સ્વીકારતા સ્કુલવાન ચાલકો મંગળવારથી હડતાળ પર ઉતર્યા હતા. દરમિયાન આ હડતાળમાં વડોદરાના સ્કુલવાનચાલકો જોડાયા નહતા. તેમજ રાજકોટમાં વાલીઓએ સ્કુલવાનની હડતાળને લીધે બાળકોને સ્કુલ બસમાં મોકલવાનું શરૂ કરતા સ્કુલવાનચાલકોએ હડતાળ પાછી ખેંચી લીધી હતી. જ્યારે અમદાવાદમાં પણ તમામ સ્કૂલવાન ચાલકો હડતાળમાં જોડાયા નહતા. આજે હડતાળના બીજા દિવસે અમદાવાદ આરટીઓ સાથે સ્કૂલવાન એસો.ની બેઠક મળી હતી. અને ચર્ચા બાદ સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો સુખદ અંત આવ્યો છે.

આરટીઓ અને ટ્રાફિક પોલીસની સ્કૂલવાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ, પરમિશન સહિતના મુદ્દે ડ્રાઈવ કરવાની જાહેરાતને લઈને સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. હડતાળ જાહેર થતાં અમદાવાદમાં તમામ સ્કૂલોમાં બાળકોને લેવા મૂકવા આવતી સ્કૂલવાન અને રિક્ષા બંધ થઈ છે. જેથી વાલીઓએ પોતાનાં બાળકોને સ્કૂલે જાતે મૂકવા આવવા માટેની ફરજ પડી છે. આજે બીજા દિવસે પણ હડતાલ યથાવત્ રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સરકાર અને સ્કૂલ વર્ધી એસોસિયેશન વાતચીત કરીને આ અંગે સમાધાન કરી હડતાલ સમેટે તેવી વાલીઓમાંથી માગ પણ ઊઠી હતી.  દરમિયાન અમદાવાદ RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટીફીકેટ, વાહન પાસીંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી છે. RTO અને સ્કુલ વર્ધી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી અને ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકનો સુખદ અંત આવ્યો હતો, RTO જે.જે પટેલ સાથેની બેઠક બાદ હડતાળ સમેટવાની જાહેરાત કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code