ઓડિશા ટ્રેન અકસ્માત બાદ આ પૂર્વ ક્રિકેટરે કરી મહત્વની જાહેરાત, મૃતકના સંતાનોને આપશે મફ્તમાં શિક્ષણ
દિલ્હીઃ- શુક્રવારની સાંજે ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા ચો 280 જેટલા લોકોના મોત થયા ત્યારે આ તામમ માટે સરકારે વળતરની પણ જાહેરાત કરી છે,જો કે પૂર્વ ક્રિક્રેટર વિરેન્દ્ર સહેવાગે અકસ્માતમાં મૃત્યપ પામેલા ના બાળકો માટે મહત્વની મદદની જાહેરાત કરી છે.
એટલે કે અનાથ બાળકોના વ્હારે ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગે મદદ માટે હાથ લંબાવ્યો છે.વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે દુઃખની આ ક્ષણમાં ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના બાળકોને મફત શિક્ષણ આપશે.
This image will haunt us for a long time.
In this hour of grief, the least I can do is to take care of education of children of those who lost their life in this tragic accident. I offer such children free education at Sehwag International School’s boarding facility 🙏🏼 pic.twitter.com/b9DAuWEoTy
— Virender Sehwag (@virendersehwag) June 4, 2023
એટલું જ નહી પૂર્વ ક્રિકેટેર ટ્વિટ કરી એમ પણ કહ્યું તે અકસ્માતની આ છબીઓ લાંબા સમય સુધી મનને હેરાન કરશે આ દુ:ખની ક્ષણમાં, આ દુ:ખદ અકસ્માતમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના બાળકોના શિક્ષણ માટે જે કઈ કરી શું , હું આવા બાળકોને સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલની બોર્ડિંગ ફેસિલિટીમાં મફત શિક્ષણ આપવાની જાહેરાત કરું છું.
એટલું જ નહી ક્રિકેટર સેહવાગે આ કાર્ય માટે બચાવકર્તાથી લઈને મેડિકલ સ્ટાફ સુધી તમામના કાર્યને બિરદાવ્યા હતા તેઓને સલામ કરી હતી.ઉલ્લેખનીય છે કે આ ત્રિપલ ટ્રેન અકસ્માતે દેશમાં સૌ કોઈના દિલ હચમચાવી મૂક્યા છે.