Site icon Revoi.in

રાજ્યભરમાં ટેટ-1 શાંતિપૂર્ણ લેવાયા બાદ હવે રવિવારે ટેટ-2ની પરીક્ષા લેવાશે,

Social Share

અમદાવાદઃ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી માટે ટેટે-1ના મેરીટને ધ્યાનમાં લેવાતું હોય છે. જ્યારે અપર પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાસહાયકોની ભરતી માટે ટેટ-2ના મેરીટ ધ્યાનમાં લેવામાં આવે છે. ગત રવિવારે રાજ્યભરના કેન્દ્રો પર ટેટ-1 (ટિચર એલિજીબિટી ટેસ્ટ)ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. હવે આવતા રવિવારે રાજ્યભરના કેન્દ્રો પર ટેટ-2ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની તૈયારીઓ ચાલી રહી છે.

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે TET-1 અને TET-2 ની ઓનલાઈન અરજી બાદ  TET-1 કસોટી તા.16 એપ્રિલને રવિવારે શાંતિપૂર્ણરીતે સંપન્ન થઈ હતી. હવે  TET-2 કસોટી તા.23 રવિવારે યોજવામાં આવશે. જેમાં અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે. અંદાજે 5 વર્ષ બાદ રાજ્યમાં ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા લેવાતા ઉમેદવારોમાં ખુશી છવાઇ છે.  ધો.6થી 8માં શિક્ષક બનવા માટે ટેટ-2ની કસોટી પાસ કરવી ફરજિયાત છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તારીખ 23મી એપ્રિલને રવિવારે  લેવાનારી ટેટ-2ની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ TET-2ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ OJAS વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારો   23 એપ્રિલ સુધી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોના કોલ લેટરમાં ઉમેદવારનું નામ, નંબર, રજિસ્ટ્રેશન નંબર, એપ્લિકેશન નંબર, પોસ્ટનું નામ, તારીખ અને પરીક્ષાના કેન્દ્રની માહિતી આપવામાં આવી છે.

ટેટ-1ની પરીક્ષા  ગઈકાલે તારીખ 16 એપ્રિલને રવિવારે રાજ્યભરના કેન્દ્રો પર લાવામાં આવી હતી. ધોરણ 1થી 5માં શિક્ષક બનવા માટે ટેટ-1 અને ધોરણ 6થી 8ના શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષા લેવામાં આવે છે. ટેટ-2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાવાની છે જેમાં આયોજન માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારી શરૂ કરવામાં આવી છે. (file photo)