લિબિયામાં બંધક બનાવાયેલા 17 ભારતીયોના છુટકારા બાદ ભારત સરકારના પ્રયાસોથી પરત લવાયાં
નવી દિલ્હીઃ લિબિયામાં સશસ્ત્ર જૂથ દ્વારા બંધક બનાવાયેલા 17 ભારતીય નાગરિકોને વિદેશ મંત્રાલય (MEA) દ્વારા સતત પ્રયાસો બાદ ભારત પરત લાવવામાં આવ્યા છે. પંજાબ અને હરિયાણામાં રહેતા ભારતીય નાગરિકોએ દિલ્હી પહોંચ્યાં હતા. ટ્યુનિસમાં ભારતીય દૂતાવાસે આ ભારતીયોને ભારત પરત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. લિબિયામાં ફસાયેલા ભારતીય નાગરિકોના પરિવારજનોએ 26 મેના રોજ વાત કર્યા બાદ આ મામલો ટ્યુનિસમાં ભારતીય દૂતાવાસના ધ્યાન પર આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીયોની ખોટી માહિતીના આધારે લિબીયા લઈ જવાયા હતા, અને જ્વારા શહેરમાં એક સશસ્ત્ર જૂથ દ્વારા તેમને બંદી બનાવવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસ લોકોને પરત લાવવા માટે લિબિયાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતું.
લિબિયાના સત્તાવાળાઓએ 13 જૂને ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં વ્યવસ્થાપિત કરી હતી, પરંતુ તેમને તેમની કસ્ટડીમાં રાખ્યા હતા. જો કે, બાદમાં ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા ઉચ્ચ સ્તરીય હસ્તક્ષેપ બાદ લિબિયન સત્તાવાળાઓ ભારતીયોને મુક્ત કરવા સંમત થયા હતા.
લિબિયામાં તેમના રોકાણ દરમિયાન ભારતીય દૂતાવાસે ત્યાં ફસાયેલા લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખીને તેમના માટે ભોજન, દવાઓ અને કપડાંની પણ વ્યવસ્થા કરી હતી. તેની પાસે પાસપોર્ટ ન હોવાથી દૂતાવાસે તેને ઈમરજન્સી સર્ટિફિકેટ બનાવીને ભારત પહોંચવામાં મદદ કરી હતી. ભારતીય દૂતાવાસે તેમની ટિકિટ માટે પૈસા પણ ચૂકવ્યા હતા. તમામ નાગરિક હેમખેમ પરત ઘરે ફરજા તેમના પરિવારજનોમાં પણ ખુશી ફેલાઈ હતી. તેમજ તેમને મુક્ત કરવાની સાથે પરત ભારત મોકલી આપવા બદલ ભારત સરકારની પ્રસંશા પણ કરી હતી.