નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ થયાને આજે પમી ઓગસ્ટના રોજ ચાર વર્ષ પૂર્ણ થયાં છે. આ ચાર વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસના અનેક કાર્યો થયાં છે. બીજી તરફ આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધરીને અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. બીજી તરફ સુરક્ષા જવાનો ઉપર પથ્થરમારાની ઘટનાઓ ભૂતકાળ બની ગઈ છે. ચાલુ વર્ષ 2018માં સંગઠિત પથ્થર ફેંકવાની 1767 ઘટનાઓ બની હતી, જ્યારે વર્ષ 2023માં કોઈ ઘટના બની છે.
જમ્મુ-કાસ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે તાજેતરમાં પોતાનું કાઉન્ટર એફિડેવિટ દાખલ કર્યું હતું.. ગૃહ મંત્રાલયે એફિડેવિટમાં કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે, તેને ખતમ કરવા માટે કલમ 370 હટાવવાનો એકમાત્ર ઉપાય છે. આતંકવાદ સામે ઘાટીમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે.
આજે ખીણમાં શાળાઓ, કોલેજો, ઉદ્યોગો સહિત તમામ જરૂરી સંસ્થાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ભયમાં જીવતા લોકો શાંતિથી જીવી રહ્યા છે. આતંકવાદી-અલગતાવાદી એજન્ડા હેઠળ, વર્ષ 2018માં સંગઠિત પથ્થર ફેંકવાની 1767 ઘટનાઓ બની હતી, જે 2023માં શૂન્ય છે.
વર્ષ 2018માં 52 બંધ અને હડતાલ કરવામાં આવી હતી, જે ઘણા દિવસો સુધી ચાલી હતી અને વર્ષ 2023માં આજ સુધી શૂન્ય છે. ખીણમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીનું પરિણામ જોવા મળ્યું છે, જેના કારણે તેમની ઇકો-સિસ્ટમને મોટો ફટકો પડ્યો છે. ઘાટીમાં આતંકવાદીઓની ભરતીમાં ભારે ઘટાડો થયો છે. વર્ષ 2018માં આ આંકડો 199 હતો, જે વર્ષ 2023 સુધીમાં ઘટીને 12 થઈ ગયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ખીણમાં જનતાના ભલા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રએ ઘાટીમાં ઔદ્યોગિક વિકાસ માટે 28 હજાર 400 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું. આ સાથે ઘાટી માટે 78 હજાર કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ પણ મળ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને ચાર વર્ષ વીતી ગયા છે. આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે ઘાટીમાં આતંકવાદી ગતિવિધિઓ અને હત્યાઓના આંકડા જાહેર કર્યા છે. પોલીસે માહિતી આપી કે છેલ્લા ચાર વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ, સુરક્ષા દળો અને નાગરિકો સહિત કુલ 958 લોકોના મોત થયા છે.
(PHOTO-FILE)