સીરમ બાદ ભારત બાયોટેકે પણ પોતાની રસી કોવેક્સિન માટે ભાવ જાહેર કર્યા,જાણો કેટલા કર્યા ભાવ
- ભારત બાયોટેકે કોવેક્સિનના ભાવ નક્કી કર્યા
- રાજ્યોને 600 રૂપિયામાં મળશે કોવેક્સીન
- ખાનગી હોસ્પિટલોને 1200 રૂ.માં મળશે
દિલ્હી :કોરોના વેક્સિનની કિંમતને લઈને રાજ્ય અને કેન્દ્ર વચ્ચે રાજકીય બયાનબાજી ચાલી રહી છે.આ દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ બાદ હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનની કિંમત પણ નક્કી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોને કોવેક્સિન 1200 રૂપિયામાં અને રાજ્યોને 600 રૂપિયામાં મળશે.
શનિવારે ભારત બાયોટેકે તેની વેક્સિન કોવેક્સિનની કિંમત નક્કી કરી હતી,જે મુજબ રાજ્ય સરકારોને આ વેક્સિન 600 રૂપિયા,કેન્દ્ર સરકારને 150 રૂપિયા અને ખાનગી હોસ્પિટલોને 1200 રૂપિયામાં આપવામાં આવશે. એક્સપોર્ટ ડ્યુટીની કિંમત 15-20 ડોલર રાખવામાં આવી છે.
આ પહેલા સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન કોવિશિલ્ડની કિંમત નક્કી કરવામાં આવી હતી. કોવિશિલ્ડ અને કોવેક્સિનની તુલના કરવામાં આવે તો, ભારત બાયોટેકની વેક્સિન મોંઘી છે. કોવિશિલ્ડની કિંમત ખાનગી હોસ્પિટલો માટે 600 રૂપિયા અને રાજ્યો માટે 400 રૂપિયા છે. જ્યારે કોવેક્સિન ખાનગી હોસ્પિટલો માટે 1200 રૂપિયા અને રાજ્યો માટે 600 રૂપિયામાં મળશે.