મણીપુરમાં સર્જાયેલી સ્થિતિ બાદ ફરી 5 દિવસ સુઘી ઈન્ટરનેટ સેવાઓ બંઘ કરાઈ
દિલ્હીઃ- મણીપુરમાં મે મહિનાની 3જી તારીખ થી બે સમુદાયો વચ્ચે શરુ થયેલી હિંસા હાલ પણ ક્યાકંને ક્યાંક જોવા મળી રહી છે હિંસાને કારણે ઈન્ટરનેટ સેવાઓ પણ બંઘ કરવામાં આવી બતકી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો ત્યારે આટલા મહિના બાદ પણ મણીપુરની હિંસાને લઈને 5 દિવસ સુઘી ઈન્ટરનેટ સેવાઓ બંઘ કરવામાં આવી રહી છે.
આ ઈન્ટરનેટ સેવાઓ એવા સમયે ઠપ્પ કરાઈ છે કે જ્યારે ઇમ્ફાલ ખીણમાં બે યુવાનોની હત્યાના વિરોધમાં પોલીસે મંગળવારે ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો. મણિપુર સરકારે ફરીથી આગામી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ પર નિયંત્રણો લાદ્યા છે.
માહિતી અનુસાર મણિપુર સરકારે રાજ્યના અધિકારક્ષેત્રમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટા સેવાઓ, VPN દ્વારા ઇન્ટરનેટ/ડેટા સેવાઓને 1 ઓક્ટોબર, 2023 ના રોજ સાંજે 7 વાગ્યેને 45 મિનિટ સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
ઈન્ટરનેચ સેવાઓ બંઘ કરવાની એક સૂચનામાં કહેવામાં આવ્યું છે. જાતિ હિંસા ફાટી નીકળવાના કારણે મેની શરૂઆતમાં મણિપુરમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી અને ચાર મહિનાથી વધુ સમય પછી 23 સપ્ટેમ્બરથી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.ત્યારે સ્થિતિને જોતા હાલ ફરી 5 દિવસ સુઘી ઈન્ટરનેટ સેવાઓ બંઘ કરવાનો નિર્મય લેવાયો છે.