G20ની સફળતા બાદ હવે વિદેશીઓ પણ નરેન્દ્ર મોદી ઉપર PHD કરશેઃ પાકિસ્તાની રાજકીય તજજ્ઞ
નવી દિલ્હીઃ ભારતે જે રીતે જી20નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું અને જે રીતે નવી દિલ્હી ઘોષણાપત્રને તમામ સભ્ય દેશો પાસે મંજુરી અપાવી છે તે જોઈને દુનિયાના તમામ દેશો ભારતની કુટનીતિની ચર્ચા કરી રહ્યાં છે. જેમાં ભારતના પડોશી દેશ પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. હંમેશા વિવિધ મંચ ઉપર ભારત વિરુદ્ધ ઝેર ઓકતુ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને દુનિયાના તમામ દેશો પાસે મદદ માટે હાથ લાંબો કરી ચુક્યું છે પરંતુ હવે અન્ય દેશો પણ મદદ કરવાનું ટાળી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનની જનતાને હવે ભારત પાસેથી મદદની આશા છે. દરમિયાન જી20નું આયોજન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રણનીતિ હાલ પાકિસ્તાનના રાજકીય વિશેષકો અને જનતામાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.
પાકિસ્તાની એક્સપર્ટ સાજિદ તરારએ જણાવ્યું હતું કે, જે રીતે નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનમાં જી 20નું સફળતાથી ઓયોજન કર્યું છે, જે બાદ હવે દુનિયાના લોકો આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી ઉપર પીએચડી કરશે. નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ભારતને હજુ આગળ લઈ જશે. તેમણે કહ્યું કે, જ્યારે આપની પાસે નાણા હોય ત્યારે આપનામાં કોઈ પણ આયોજનને સફળ બનાવવા માટે ક્ષમતા અને હિંમત હોય છે. હું હંમેશા પાકિસ્તાનીઓને કહું છું કે, ભારતને એક ચા બનાવવાનો મળ્યો છે જે ભારતને આટલુ આગળ લઈ ગયું છે. જેથી આપ લોકો પણ કોઈ સમાસોવાળો, ફળવાળો શોધી લો, પરંતુ તેને પાકિસ્તાનની ચિંતા હોવી જોઈએ. ભારતની ડિપ્લોમેસી હાલ ટોપ ઉપર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીમાં યોજાયેલી જી20 સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના પીએમ ઋષિ સુનક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. જેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.