Site icon Revoi.in

ફિલ્મ ઘ કાશ્મીર ફાઈલ્સની સફળતા બાદ હવે વિવેક અગ્નીહોત્રીની “દિલ્હી ફાઈલ્સ’માં પણ અનુપમ ખેર જોવા મળશે

Social Share

મુંબઈઃ ફિલ્મ ઘ કાશ્મીર ફાઈલ્સની સફળતાથી કોઈ અજાણ નથી, આ ફિલ્મે સિનેમાઘરોમાં સતત ઘણા દિવસો સુધી પોતાનું સ્થાન કાયમ રાખ્યું હતું ત્યારે હવે આ ફિલ્મ બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ એક બીજી મહત્વની જાહેરાત કરી છે.

વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, પરંતુ તેની રિલીઝ બાદ રાજકીય વિવાદ થયો હતો. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા વિવેકે કહ્યું, “છેલ્લા ચાર વર્ષથી અમે ખૂબ જ ઇમાનદારી અને મહેનત સાથે આ ફિલ્મ બનાવી છે. કાશ્મીરમાં નરસંહાર અને કાશ્મીરી હિંદુઓ સાથે થઈ રહેલા અન્યાય વિશે દેશના લોકોને જાગૃત કરવું મહત્વપૂર્ણ છે

આ સાથે જ . ફોલો-અપ પોસ્ટમાં, તેમણે લખ્યું, “#TheDelhiFiles.” તેણે નવી ફિલ્મનો સંકેત આપ્યો. તેણે એમ પણ લખ્યું – હવે મારા માટે બીજી ફિલ્મ બનાવવાનો સમય આવી ગયો છે.

વિતેલા દિવસને શુક્રવારે સવારે વિવેક રંજન અગ્નિહોત્રીએ એક સાથે બે ટ્વિટ કર્યા, જેમાં તેમણે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દ્વારા મળેલા પ્રેમ માટે લોકોનો આભાર માન્યો અને કહ્યું કે તે હવે ટૂંક સમયમાં ‘ધ દિલ્હી ફાઇલ્સ’ લાવશે.

 વિવેકના ટ્વીટના થોડા સમય બાદ અનુપમ ખેરે પણ એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટમાં, તેણે વિવેક રંજન અગ્નિહોત્રીને ‘ધ દિલ્હી ફાઇલ્સ’ માટે અભિનંદન આપ્યા અને કહ્યું કે તે પ્રોજેક્ટનો ભાગ બનવા માટે ઉત્સુક છે.

અનુપમ ખેરે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘દિલ્હી ફાઇલ્સ પ્રિય વિવેક અગ્નિહોત્રીને શુભકામનાઓ. મને ખાતરી છે કે એક ફિલ્મ નિર્માતા તરીકે તમે ભૂતકાળના પ્રકરણો સાથે ન્યાય કરશો, જે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેનો એક ભાગ બનવા માટે અમે આતુર છીએ. અનુપમ ખેરના આ ટ્વિટથી સ્પષ્ટ છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પછી વિવેક અને અનુપમ ‘ધ દિલ્હી ફાઇલ્સ’માં સાથે કામ કરતા જોવા મળશે.ત્યારે હવે જોવુંવ રહ્યું કે દિલ્હી ફઆલ્સને દર્શકોનો કેટલો પ્રેમ મળશે.