Site icon Revoi.in

ચંદ્રયાનની સફળતા બાદ હવે સુર્ય પર પહોંચવાના મિશન પર ઈસરો – સૌ કોઈની નજર આદિત્ય એલ -1 ના લોન્ચિંગ પર

Social Share

દિલ્હીઃ ાજે સૌ કોઈની નજર ફરી એક વખત ઈસરો તરફ છે, ચંદ્રયાનની સફળતા બાદ હવે ઈસરો દ્રારા સુર્ય પર પહોંચવાની તૈયારી કરવામાં આવી રહી છે  જે સંદર્ભે આજરોજ,  શનિવારે ઈસરો તેનું પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય એલ-1’ લોન્ચ કરવાની તૈયારીમાં છએ ત્યારે સો કોઈ ઈસરો તરફ મીટ માંડિને બેસ્યા છે.


 ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના રોકેટ PSLV થી પ્રક્ષેપણ કરવામાં આવશે. સૂર્યના અભ્યાસ માટે, ‘આદિત્ય એલ-1’ને પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર ‘લેગ્રાંગિયન-1’ બિંદુ સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે. લોન્ચ માટેનું કાઉન્ટડાઉન શુક્રવારે 23.10 કલાકે શરૂ થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા આદિત્ય-L1 મિશન આજે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે.જેને લઈને ફરી એક વખત દરેક ભારતીયોનો ઉત્સાહ વધ્યો છે ચંદ્રયાન બાદ યુર્ય પર પહોંચવાના આ મિશન પર હવે સૌ કોઈની નજર છે.

ઉલ્લેખનીય છે કે આદિુત્ય એલ 1 આજે બપોરે 11 વાગ્યેને 50 મિનિટે લોંચ કરવામાં આવશે,. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ના રોકેટ PSLV થી પ્રક્ષેપણ કરવામાં આવશે.