કર્ણાટકમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત બાદ પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચાર, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
બેંગ્લોરઃ કર્ણાટકમાં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત બાદ પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચાર મામલે વિવાદ વધુ વકર્યો છે. આ મામલે ભાજપાએ કોંગ્રેસ પાસે સ્પષ્ટીકરણની માંગણી કરી છે. તેમજ બેંગ્લુરુમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિધાનસભા પરિસરમાં કથિત રીતે પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચારના આરોપમાં સૈયદ નસીર હુસૈન અને તેમના સમર્થકો સામે કર્ણાટક ભાજપા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, માત્ર ભાજપા જ નહીં પરંતુ મીડિયા દ્વારા પણ આ અંગેના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે, કોઈ વ્યક્તિ દ્વારા પાકિસ્તાન જિંદાબાદના સુત્રોચ્ચાર થયાં છે. આવી વ્યક્તિ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપાની માંગણીને લઈને કોંગ્રેસના નેતા પ્રાયંક ખડગેએ જણાવ્યું હતું કે, ભાજપા પોતાની હારથી હતાશ છે. ઓડિયોમાં આવુ કંઈ મળ્યું નથી. પાર્ટીએ ઓડિયો ફોરેસિક કરાવ્યો છે જેમાં કંઈ મળ્યું નથી. આ મામલે કર્ણાટક વિધાનસભાના સ્પીકર યુદી ખાદરએ જણાવ્યું હતું કે,અમે આની નિંદા કરીએ છીએ. આ મામલે કાર્યવાહી થઈ જોઈએ. સીએમ અને ગૃહ મંત્રી સાથે તપાસ કરાવવા માદ્દે ચર્ચા કરવામાં આવશે. આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પાર્ટીમાં એકતા નહીં હોવાથી આવા તત્વોને પ્રોત્સાહન મળે છે. કર્ણાટકના મંત્રી વિદેશ ગુંડૂ રાવએ જણાવ્યું હતું કે, જો હકીકતમાં આવુ થયું હોય તો કાર્યવાહી થવી જોઈએ. આવી વાતને સમર્થન કરી ના શકાય. ભાજપાએ આને એક ગંભીર મુદ્દો બનાવી રહી છે. કોઈ પણ આનું સમર્થન ના કરે. જો કોઈ એવું કરે તો તેની સામે પણ કાર્યવાહી થશે.
(PHOTO-FILE)