Site icon Revoi.in

મણીપુરમાં હિંસા બાદ હજારો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા, પોતાના ઘર છોડીને બીજે લઈ રહ્યા છે આશરો

Social Share

ઈમ્ફાલઃ- મણીપુરમાં થોડા દિવસો અગાઉ આદિવાસી સમુદાયમાં કેટલીક માંગ સાથે હિંસા ઉપડી હતી અને આ હિંસાએ ભયંકરરુપ લીધુ હતુ હિંસા બાદ હવે અહીથી અનેક લોકો પોતાના ઘર છોડીને સંથરાતંરણ કરવા બજબૂર બન્યા છે. મોટા ભાગમાં કુકી અને મતૈય સમુદાયના લોકોએ ઘર છોડીને બીજે વસવાટ કરવા જવાનો વનારો આવ્યો છે.

રાજધાની ઇમ્ફાલમાં સોમવારે પૂર્વ જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી હતી. તાજેતરની માહિતી અનુસાર, ટોળાએ ઘણા ઘરોને આગ લગાવી દીધી હતી, જે પછી તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને અર્ધલશ્કરી દળોને ફરીથી તૈનાત કરવામાં આવ્યા છે.મણિપુરની બહારના વિસ્તારમાં અથડામણના ઇનપુટ્સ પર કાર્યવાહી કરતા, સેના અને આસામ રાઇફલ્સે એક ઓપરેશન શરૂ કર્યું હતું. સ્થિતિ કાબુમાં આવી હતી. સ્થળ પરથી ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ સ્થિતિને લઈને અનેક લોકો ઘર છોડી બીજે આશ્રય લઈ રહ્યા છે.

કુકી અને મીતેઈ વચ્ચે 3 મેની હિંસા પછી, સ્થાનિક સ્તરે સ્થળાંતર સતત જોવા મળી રહ્યું છે. મેઈટીસ પહાડી વિસ્તારોમાંથી ઈમ્ફાલ તરફ ઘણા સ્થળાંતર કરી રહ્યા છે, જ્યાં આ સમુદાયની મોટી વસ્તી રહે છે. બીજી તરફ, ઇમ્ફાલમાં રહેતા કુકી સમુદાયના લોકો પહાડીઓ તરફ સ્થળાંતર કરી રહ્યા છે. રાજ્ય સરકાર સાથે કામ કરતી સંસ્થા અનુસાર, મેઇતેઈ સમુદાયના સાત હજારથી વધુ લોકો સ્થળાંતર કરીને ઈમ્ફાલ પહોંચ્યા છે.

સ્થળઆંતર મામલે જો આપડે આકંડાઓ પર એક નજર કરીએ તો હિંસાગ્રસ્ત મણિપુરના 7 હજાર 500 થી વધુ લોકો આશ્રય લેવા મિઝોરમ પહોંચ્યા છે. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર  સોમવારે સાંજે 5 વાગ્યા સુધી કુલ 7 હજાર 527 સ્થાનિક ‘લોકો, જેમને મણિપુરમાં કુકી કહેવામાં આવે છે તેઓ  મિઝોરમ ગયા છે.

અધિકારીના જણાવ્યા અનુસાર આ લોકોએ રાજ્યના આઠ જિલ્લામાં આશ્રય લીધો છે. સૌથી વધુ વિસ્થાપિત લોકોની સંખ્યા કોલાસિબ સુધી પહોંચી છે, જેમની સંખ્યા 2,685 છે, ત્યારબાદ આઈઝોલમાં 2,386 અને સૈતુલમાં 2,153 છે.

આ સહીત રાજ્યની ભાજપ સરકાર સાથે શાંતિ માટે કામ કરતી સંસ્થા મણિપુર અખંડિતતા પર કો-ઓર્ડિનેટિંગ કમિટી એ જણાવ્યું કે ઇમ્ફાલમાંથી કુકી સમુદાયના 5200 લોકો પહાડી વિસ્તારોમાં સ્થળાંતર કરી ચુક્યા છે. ચારચંદપુરમાં બીજેપી ધારાસભ્ય લેત્ઝમેંગ હાઓકિપે કહ્યું કે કુકી સમુદાય પર્વતો પર પાછો ફરી રહ્યો છે. 3 મેની હિંસા બાદ અહીં થોડી શાંતિ હતી, પરંતુ આ દરમિયાન મેતેઇ સમુદાયની કૂચ બાદ સ્થિતિ ફરી તંગ બની છે.

આ સાથે જ વિસ્થાપિત લોકોને અસ્થાયી રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને તેમના સંબંધીઓ દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે.મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ કહ્યું કે ભારતમાં તમામ જાતિઓને એકીકૃત કરવી અને તેમને એક વહીવટી એકમ હેઠળ લાવવા એ મિઝો નેશનલ ફ્રન્ટના સ્થાપકોનો મુખ્ય ઉદ્દેશ્ય છે.