દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર હજી પણ ક્યાંક જોવા મળી રહ્યો છે ટામેટાના ભાવમાં મોટી રાહત અને એલપીજી સિલિન્ડરમાં પાહત બાદ ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળી આગામી દિવસોમાં જો સૌને રડાવે તો નવાઈની વાત નહી હોય કારણ કે છેલ્લા 2 અઠવાડિયામાં ડુંગળીના ભાવ દરેક સ્થળોએ 2 થઈ અઢી ગણા વધેલા જોવા મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ડુંગળીના ભાવે સામાન્ય માણસની ચિંતા વધારી દીધી છે. માર્કેટમાં ડુંગળીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. જો કે, કિંમતોને નિયંત્રિત કરવા માટે, સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા સુધીનો ટેક્સ લાદવાની જાહેરાત કરી છે. આમ છતાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર તેલંગણામાં ડુંગશી લોકોને રડાવી રહી છે. કારણ કે અહીં જથ્થાબંધ બજારમાં ડુંગળીની કિંમત 28 થી 30 રૂપિયા પ્રતિ કિલો છે. તે જ સમયે, શહેરમાં આ ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.
બીજી તરફ, આંધ્રપ્રદેશના સ્થાનિક બજારોમાં છેલ્લા 10 દિવસમાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. રિપોર્ટ અનુસાર 20 ઓગસ્ટે B ગ્રેડની ડુંગળી 19 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી. 1 સપ્ટેમ્બર સુધીમાં તેની કિંમત વધીને 44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
તો બીજી તરફ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી દરરોજ 15 ટન ડુંગળી આવી રહી છે. બજારમાં હલકી ગુણવત્તાની ડુંગળી 25-30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. થોડા અઠવાડિયા પહેલા ખેડૂત પાસેથી 5 કિલો ડુંગળી 100 રૂપિયામાં મળતી હતી. હવે ખેડૂત 3 કિલો ડુંગળી 100 રૂપિયામાં વેચી રહ્યો છે.
ડુંગળીના ભાવ વઘવાને લઈને કેટ લાક ખેડૂતોએ એમ કહ્યું છે કે “ઓછા ઉત્પાદનને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ડુંગળીના ભાવ વધી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે.એટલે કે રહવે ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળઈ આગામી દિવસોમાં મોંધી થાય તો નવાઈ નહી રહે.