તુર્કી અને સીરિયા પછી ન્યુઝીલેન્ડમાં ધ્રૂજી ધરા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 માપવામાં આવી
દિલ્હી:તુર્કી અને સીરિયામાં તબાહી મચાવ્યા બાદ હવે ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 મેગ્નિટ્યુડ માપવામાં આવી છે.કહેવામાં આવી રહ્યું છે કે વેલિંગ્ટનના બંને ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની શરૂઆત જોરદાર આંચકા સાથે થઈ અને ત્યારબાદ ઓછામાં ઓછા 30 સેકન્ડ સુધી નાના આફ્ટરશોક્સ આવ્યા.
યુએસજીએસના જણાવ્યા અનુસાર, ન્યુઝીલેન્ડના સમય અનુસાર, 15 ફેબ્રુઆરીએ 12.08 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.તેનું કેન્દ્ર જમીનની અંદર 74.3 કિલોમીટરની ઊંડાઈ પર હતું.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.0 મેગ્નિટ્યુડ હતી.
હાલમાં તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ છે.6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપને કારણે બંને દેશોમાં 40 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.તુર્કીમાં એક પછી એક પાંચ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેના કારણે ભારે તારાજી સર્જાઈ છે.તુર્કીમાં અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે ભારત તરફથી પણ મદદ મોકલવામાં આવી છે.