Site icon Revoi.in

તુર્કી બાદ હવે ફિલિસ્તીનમાં અનુભવાયા ભૂકંપના આચંકાઓ  – 4.8ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હીઃ- રવિવારના રોજ તુર્કીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતચો જેમાં હજારો લોકોના મોત થયા છે ત્યારે હવે ફઇલિસ્તાનની ઘરતી પણ ઘ્રુજી ઉઠી છે.ફિલિસ્તાનમાં પણ ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે  તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે ફિલીસ્તીનમાં પણ જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે.આ સાથા જ ફિલિસ્તાનમાં આવેલા આ ભૂકંપનું કેન્દ્ર નાબ્લસ શહેરથી 13 કિલો મીટર ઉત્તરમાં નોંધાયું હતું, જેની ઊંડાઈ 10 કિમી માપવામાં આવી હતી

 બુધવારે યરૂશલમમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ઈઝરાયેલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યરુશલમ વિસ્તારમાં હળવા આંચકા અનુભવાયા છે.

 યરુશલમ નજીક આવેલ સામાન્ય ભૂકંપ માં કોઈ જાનહાનીના સમાચાર નથી. ઉર્જા મંત્રાલયના સિસ્મોલોજી વિભાગે પણ જેરુસલેમ નજીક નાના ભૂકંપની પુષ્ટિ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે 3.5-તીવ્રતાનો ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 11 વાગ્યેને 15 મિનિટ  હતો અને તેનું કેન્દ્ર પશ્ચિમ કાંઠે એરિયલથી લગભગ 15 કિલોમીટર દક્ષિણપૂર્વમાં હતું.