દિલ્હી:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પછી, હવે ફાસ્ટ ફૂડ જાયન્ટ મેકડોનાલ્ડ્સ કેટલાક કોર્પોરેટ કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે.કંપનીના એક મેમોરેન્ડમને ટાંકીને પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.કંપની દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ક્રિસ કેમ્પ્સસ્કીએ શુક્રવારે જણાવ્યું હતું કે,અમે સંસ્થાના અમુક ભાગોમાં ભૂમિકાઓ અને કર્મચારીઓના સ્તરનું મૂલ્યાંકન કરીશું અને મુશ્કેલ ચર્ચાઓ અને નિર્ણયો લઈશું.
કેટલીક પહેલોને અગ્રતા આપવામાં આવશે અથવા સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આનાથી અમારી વૈશ્વિક કિંમતો ઘટાડીને અને અમારા વિકાસમાં રોકાણ કરવા માટે સંસાધનો મુક્ત કરીને સંસ્થા તરીકે ઝડપથી વિકાસ કરવામાં મદદ મળશે.’ મેકડોનાલ્ડ્સ કહે છે કે તે 03 એપ્રિલ સુધીમાં તેની ભાવિ સ્ટાફિંગ યોજનાઓ જાહેર કરવાની યોજના ધરાવે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,2021ના અંત સુધીમાં મેકડોનાલ્ડ્સના 200,000થી વધુ કોર્પોરેટ કર્મચારીઓ અને કંપનીની માલિકીની રેસ્ટોરાંમાં અન્ય કર્મચારીઓ હતા અને આમાંથી 75 ટકાથી વધુ કર્મચારીઓ યુએસની બહાર કામ કરી રહ્યા છે.