અઢી વર્ષ બાદ આજથી શરૂ થશે બોઈંગ 737 મેક્સની સેવા, દિલ્હીથી ગ્વાલિયર જશે વિમાન
- બોઈંગ 737 મેક્સની સેવા આજથી શરૂ
- અઢી વર્ષ બાદ શરૂ થઇ આ સેવા
- દિલ્હીથી ગ્વાલિયર જશે વિમાન
દિલ્હી :કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બોઇંગ 737 મેક્સને ફરીથી આસમાનમાં ઉડાન ભરવાની પરવાનગી આપી દીધી છે, ત્યારબાદ આ વિમાન અઢી વર્ષ પછી પહેલીવાર મંગળવારે એટલે કે આજે ઉડાન ભરશે.26 ઓગસ્ટ 2021ના રોજ કંપનીના આ વિમાનોને ફરીથી પેસેન્જર ફ્લાઇટ્સ તરીકે ઉડવાની મંજૂરી આપવામાં આવી હતી, બોઇંગ મેક્સ પ્લેનને એવિએશન સેક્ટરના રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા છેલ્લા અઢી વર્ષથી ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા.
એરક્રાફ્ટ સેફ્ટીના મામલે મુસાફરોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે, સ્પાઇસજેટના માલિક અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 737 MAX એરક્રાફ્ટ ઉડાડશે.દિલ્હીથી ગ્વાલિયર માટે વિમાન ઉડાન ભરશે.
19 માર્ચ 2019 ના રોજ, DGCA એ અમેરિકન એરક્રાફ્ટ કંપની બોઇંગ મેક્સ 737ની ભારતમાં ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનું કારણ એ હતું કે, 10 માર્ચ 2019 ના રોજ ઇથોપિયા એરલાઇન્સનું બોઇંગ 737 MAX એડિસ અબાબા પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં ચાર ભારતીયો પણ સામેલ હતા. આ સિવાય સમયાંતરે દુનિયાભરમાંથી બોઇંગ 737 મેક્સમાં વિવિધ ટેકનિકલ ખામીના અહેવાલો આવ્યા હતા.