કેરળમાં નિપાહ વાયરસથી બે મૃત્યુ કેસ નોંધાતા કેન્દ્રીય આરોગ્યની ટીમ રાજ્યની મુલાકાતે પહોંચી
કેરળમાં તાજેતરમાં નિપાહ વાયરસનું જોખમ વર્તાઈ રહ્યું છે બે શંકાસ્પદ મોતની નિપાહ વાયરસની પૃષ્ટી થતા તચંત્ર દોડતું થયું છે ત્યારે કેન્દ્રની ટીમ પણ પરિસ્થિતિનો ત્યાગ મેળવવા કેરળની મુલાકાતે જઈ પહોંચી છે વિતેલા દિવસે રાજ્યમાં બે મોત થયા હતા.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસનો ખતરો દેખાઈ રહ્યો છે. હાલ પણ ચાર શંકાસ્પદ દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે. તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ કેરળ પહોંચી ગઈ છે
જાણકારી પ્રમાણે કેન્દ્રીય ટીમ કેરળ સરકારને જમીની સ્તરે રોગ સામે લડવા માટેના સૂચનો આપશે. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને એક ફેસબુક પોસ્ટમાં કહ્યું, “કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે. જેના કારણે બે લોકોના મોત થયા હતા. જે ચાર લોકોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા તેમાંથી બેમાં નિપાહ સંક્રમણની પુષ્ટિ થઈ છે, જ્યારે બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જો કે તેમણે વઘુમાં એમ પણ લખ્યું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી.” દરેક વ્યક્તિએ આરોગ્ય વિભાગ અને પોલીસની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને પ્રતિબંધોને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ
ઉલ્લેખનીય છે કે નિપાહ વાયરસ ચામાચીડિયાની લાળ દ્વારા ફેલાય છે. આ ચેપ ચામાચીડિયા દ્વારા ખાવામાં આવેલા ફળ ખાવાથી માણસોમાં ફેલાય છે. તેનો ચેપ માણસથી માણસમાં પણ થાય છે. તે ચેપગ્રસ્ત સભ્યથી પરિવારના અન્ય સભ્યોમાં ફેલાઈ શકે છે. તેના લક્ષણો પણ બે થી ત્રણ દિવસમાં દેખાવા લાગે છે. પ્રારંભિક લક્ષણોમાં તાવ અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે. કેરળમાં આ વાયરસનો કહેર ફેલાતા કેન્દ્રની ટીમ હવે તપાસ માટે પહોંચી ચૂકી છે.