Site icon Revoi.in

ઉમરેઠ બાદ સુરેન્દ્રનગરના દેવગઢ ગામે આકાશમાંથી ભેદી ગોળા પડતા લોકોમાં કૂતુહલ સર્જાયું

Social Share

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં તાજેતરમાં બે ગામોની સીમમાં મઘરાત્રે આકાશમાંથી રહસ્યમય ગોળા પડ્યા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના દેવગઢ ગામની સીમમાં આકાશમાંથી બેદી ગોળા પડતા લોકોમાં કૂતુહલ સર્જાયુ હતું.

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ વરસવાનું યથાવત છે. ચરોતરમાં આણંદ જિલ્લામાં અવકાશી પદાર્થ પડ્યા બાદ આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ એક ગોળો પડ્યો હતો.. રાજ્યમાં ચાર દિવસથી આકાશમાંથી ગોળા વરસવાનું યથાવત રહેતા રહસ્ય વધુ ઘેરું બન્યું છે. તંત્ર દ્વારા ગોળાની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો પણ નિર્ણય કરાયો છે.

રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી આવકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ વરસવાનો સિલસિલો ચાલુ છે. સૌ પ્રથમ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવામાંથી અલગ અલગ ત્રણ ગોળા મળી આવ્યા હતા. આ મામલાની તપાસ પૂર્ણ થાય તે પહેલા જ નડિયાદ જિલ્લાના ભૂમેલ ગામની સીમમાં એક વાડીમાં એક ગોળો પડ્યો હતો. ત્યારબાદ આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરિયાની વાડીમાંથી ભેદી પદાર્થ પડ્યો હતો. રાજ્યમાં સતત ચાર દિવસથી અવકાશમાંથી ભેદી પદાર્થ વરસવાનું ચાલુ રહેતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયું છે.

આણંદ અને ખેડા બાદ સુરેન્દ્રનગરના સાયલામાં અવકાશમાંથી ગોળા વરસતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહુલ સર્જાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયાની વાડીમાં ઉપર આભમાંથી ભેદી ગોળા વરસતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા આ ભેદી ગોળા જેવા પદાર્થને જોવા એમની વાડીએ દોડી ગયા હતા. ત્યારબાદ દેવગઢના સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયા દ્વારા આ ઘટના અંગે સરપંચને જાણ કરી લાગતા વળગતા સંબંધિત તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.