રાજકોટમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ
- શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
- વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક
- અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત
રાજકોટ:રાજકોટમાં શનિવારે બપોર પછી અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થયો છે.આખો દિવસ અસહ્ય ગરમી બાદ સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો.આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો.બાદમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.હજુ તો બે-ચાર છાંટા પડ્યા ત્યાં જ ધોધમાર વરસાદ પડવા લાગ્યો.ઉલ્લેખનીય છે કે,હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
શહેરના યાજ્ઞીક રોડ,ઢેબર રોડ, યુનિવર્સિટી રોડ, જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, આજીડેમ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થયા છે.
ધોધમાર વરસાદવરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.આખો દિવસ અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા.જોકે સાંજના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવાનું ચાલુ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.