- ઉત્તરાખંડમાંથી 250થી વધુ સ્પિકરો દૂર કરાયા
- આ પહેલા યુપીની સરકારે સ્પીકરો કર્યા હતા દૂર
દહેરાદૂન – છેલ્લા ધણા સ્યથી દેશમાં લાઉડ સ્પિકરને મામલે વિવાદ સર્જાયો હતો જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશની સરકારે રાજ્યમાંથી ઘણા જાહેર સ્થળો પરના સ્પિકરો દૂર કર્યા હતા ત્યારે હવે ઉત્તરાખંડ પર યુપીના માર્ગ પર ચાલતું જોવા મળ્યું છે.
આ બાબતે ડીજીપી અશોક કુમારે માહિતી આપી હતી કે અભિયાન હેઠળ એ જોવામાં આવી રહ્યું છે કે લાઉડસ્પીકર દ્વારા નિર્ધારિત માપદંડો કરતાં વધુ અવાજ પ્રદૂષણ તો નથીને. આ સિવાય પરવાનગી વગર ચાલતા તમામ લાઉડસ્પીકર હટાવી દેવામાં આવી રહ્યા છે. પછી ભલે તે કોઈપણ ધાર્મિક સ્થળે રોકાયેલ હોયહાલ પણ આ અભિયાન ચાલુ રહેશે.
દેહરાદૂનમાં 196 ધાર્મિક સ્થળોને ધાર્મિક સ્થળોએ લગાવવામાં આવેલા લાઉડસ્પીકરના અવાજને નિયંત્રિત કરવા અને પરવાનગી મેળવવા માટે નોટિસ આપવામાં આવી છે. ધાર્મિક સ્થળોને આપવામાં આવેલી નોટિસમાં ધારાધોરણ મુજબ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. તેમજ જેમણે મંજુરી લીધી નથી તેઓને પણ પરવાનગી લેવા જણાવાયું છે.
માહિતી પ્રમાણે ઉત્ખંતરાડ પોલીસે ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે રાજ્યભરના 258 ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવી દીધા છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના તમામ 13 જિલ્લામાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માહિતી આપતા ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે આ વિશેષ અભિયાન 1 જૂનથી ચલાવવામાં આવી રહ્યું છે.