Site icon Revoi.in

Pfizerની કોરોના વેક્સિનથી UKમાં 2 લોકો બીમાર તો અમેરિકામાં વેક્સિનના ટ્રાયલ દરમિયાન લકવા મારી જવાના કિસ્સા આવ્યા સામે

Social Share

અમદાવાદ:  હાલ સમગ્ર વિશ્વ માટે સૌથી મોટી ચેલેંજ છે કે કોરોનાવાયરસ જેવી બીમારીમાંથી કેવી રીતે બહાર આવવુ. અમેરિકાની પીફાઈઝર કંપનીની વેક્સિન કે જેને તાત્કાલીક ઉપયોગ કરવાની પરવાનગી યુકેમાં મળી ગઈ છે અને તેની પાછળને પાછળ બાહરીન, કેનેડા તથા અન્ય દેશોમાં પણ તે વેક્સિનનો ઉપયોગ જલ્દીથી શરુ થઈ શકે તેમ છે.

આવા સમયમાં પીફાઈઝર કંપનીની વેક્સિનને લઈને કેટલાક એવા બનાવ પણ સામે આવ્યા છે કે જે ફરીવાર લોકોમાં ચીંતાનો વિષય ઉભો કરે છે. યુકેમાં પીફાઈઝર કંપનીની કોરોનાવેક્સિન લેનારા બે લોકો વધારે બીમાર પડ્યા છે તો અમેરિકામાં લોકોને રસીના ટ્રાયલ દરમિયાન બેલ્સ લકવાનાં કિસ્સા નોંધાયા છે. બેલ્સનો લકવો એટલે ચહેરા પર લકવો. આમાં, ચહેરાની એક બાજુના સ્નાયુઓ સ્વિંગ કરે છે.

જો કે મહત્વની વાત એ છે કે  અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) એ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. એવું કહેવામાં આવે છે કે, ટ્રાયલમાં ક્યાંય પણ એવું જોવા નથી મળ્યું કે, બધાને લોકોને આ પ્રકારની આડઅસર થશે.

જાણકારો દ્વારા એવુ કહેવામાં આવી રહ્યું છે કે જો વ્યક્તિને કોઈ બીમારી હોય તો તેણે થોડો સમય વધારે આ વેક્સિન લેવાથી દુર રહેવુ જોઈએ. વેક્સિનનું હાલમાં જ માસ વેક્સિનેશન શરુ થયુ છે અને આગળ જતા તેના યોગ્ય પરિણામ આવે તે પછી તમામ લોકોએ આગળ વધવુ જોઈએ.

_Vinayak