દેશમાં શાકભાજી બાદ હવે તેજાનાનો સ્વાદ થયો વધુ તીખો, ભાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો
દિલ્હીઃ- દેશમાં મોંધવારીનો માર સહન કરી રહેલી પ્રજા હાલ શાકભાજીના બેવડા મારનો સામનો કરી રહી છએ જો ટામેટાની વાત કરીએ તે 100 થી 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા છએ ત્યારે હવે અનેક શાકભાજી પણ મોંધા થયા છે શાકભાજી બાદ હવે કિચનના કિંગ ગમાતા તેજાનાઓનો સ્વાદ તીખો થયો છે.
માહિતી પ્રમાણે ગરમ મસાલાઓના ભાવ વધતા જોવા મળ્યા છે. હવે ગરમ મસાલાઓ કે આખા તેજાનાઓના ભાવમાં અણધાર્યા વધારાને કારણે રસોડાનું બજેટ ખોરવાયિં . જેના કારણે શાકભાજી ખાસ કરીને ટામેટાંના ભાવ વધ્યા બાદ હવે જાણે રસોઈનો વધાર પણ મોંધા થયો છે.
એટલું જ નહી શાકની ગ્રેવી કરવી પણ મોંધી બની છે એટલે કે શાકની ગ્રેવીમાં હોટલમાં આખસ વાપરવામાં આવતા તરબૂચના બીજ, જેની કિંમત હાલમાં પ્રતિ કિલો રૂ. 750 છે, તે ત્રણ મહિના પહેલા રૂ. 300 પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી. એ જ રીતે લવિંગનો ભાવ એપ્રિલમાં રૂ. 1,000 પ્રતિ કિલો હતો તે વધીને હવે રૂ. 1,200 થયો છે.
રોજીંદા શાકભઆજી કે રાઈસમાં વપરાતા જીરાની વાત કરીએ તો હવે જીરું હવે મોધું થયું છે જ્યા એપ્રિલમાં તેની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 750 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.આ સાથે જ લવિંગના ભાવ પણ બમણા થતા જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે શાકભાજીના ભાવમાં વધારાથી લઈને મસાલાઓના ભાવ વધવા પાછળના કારણઓ કમોસમી વરસાદ અને વાવાઢોજુને માનવામાં આવી રહ્યું છે ,ચોમાસાની શરુઆત પહેલા જ દેશના ઘણા રાજ્યોમાં ભઆરે પવન સાથે વરસાદ ફૂંકાયો જેમાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.તેની સીધેસીધી અસર ગૃહિણીના કિચન પર પડેલી જોઈ શકાય છે.