હિંસા બાદ મણીપુરમાં ચીજ વસ્તુઓની અછત , પેટ્રોલની કિંમત 200 રુપિયા તો જીવન જરુરી દવાઓની સર્જાય અછત
- મણીપુરમાં હિંસા બાદ સ્થિતિ વણસી
- પેટ્રોલની કિમંત બમણી
- જરીરી દવાઓની સર્જાય અછત
- ચીજ વસ્તુઓના ભાવ વધ્યા
ઈટાવાઃ- મણીપુરમાં બે સમુદાયો વચ્ચે ચાલેલી હિંસા બાદ સ્થિતિ વણસી હતી, ગૃમંત્રી અમિત શાહે અહીની મુલાકાત લઈને સ્થિતિનું નિરિક્ષણ પણ કર્યું હતુ, જો કે હિંસામાં 80 લોકોના મોત થયા તો કેટલાક લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા ત્યારે હાલની જો વાત કરવામાં આવે તો અહી કેટલીક જરુરી ચીજ વસ્તુઓની અછત હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મણીપુરના કેટલાક વિસ્તારમાં પેટ્રોલ બમણા ભાવે વેચાઈ રહ્યું છે જાણકારી અનુસાર અહી 200 રુપિયે પ્રિતલીટરે પેટ્રોલ ખરીદવા લોતો મજબૂર બન્યા છે,.તો વળઈ કેચલીક જરુરી દવાઓ મેડિકલમાં મળી રહી નથી દવાઓની પણ અછત વર્તાઈ રહી છે.
જો જરુરી ચીજ વસ્તુઓની વાત કરીએ તો ડુંગળી, ચોખા, ઈંડા, રિફાઈન્ડ અને જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી ચૂક્યા છએ પુરવઠો ન આવવાના કારણ ેદપકાનદારો બમણ ાભાવ લઈ રહ્યા છએ અને જનતા પણ તે મોંધા ભાવે ખરીદવા મજબૂર બની છે.
ચોખા જ્યાં પહેલા 30 રપિયે કિલો મળતા હતા તે હવે 60 રુપિયાએ પહોચ્યા છે, ડુંગળી 70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ઈંડાનો ભાવ 6 રૂપિયાથી વધીને 10 રૂપિયા થઈ ગયો છે. રોજીંદા વપરાશના શાકભાજીના ભાવ વધી ચૂક્યા છે.
હિંસા બાદ લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે ગૃહમંત્રી શાહે લોકોને અપીલ કરી છે કે રસ્તાઓ પર ટ્રાફિક જામ થાય તેવું ન કરે,આ સાથે જ પ્રાથમિક જરૂરિયાતો માટે લોકો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. હાઈવે બ્લોકને કારણે તમામ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.
હાઈવે બ્લોકના કારણે અહીં લોકોને ખૂબ જ મોંઘા ભાવે પેટ્રોલ મળી રહ્યું છે અને દવાઓની પણ અછતનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એવી સર્જાય છે કે કેશ ઉપાડવા માટે એટીએમમાં પૈસા નથી એટીમ ખાલી જણાય રહ્યા છે.જેના કારણે લોકો પૈસા પણ ઉપાડી શકતા નથી. આ ઉપરાંત જે પંપ પર પેટ્રોલ મળે છે ત્યાં લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને પેટ્રોલ 200 રૂપિયા પ્રતિ લીટરના ભાવે બ્લેકમાં વેચાઈ રહ્યું છે.લોકો હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે.