Site icon Revoi.in

રશિયાની મુલાકાત પછી PM મોદી ઓસ્ટ્રિયાની મુલાકાતે

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાનો પ્રવાસ પૂર્ણ કરીને આજે ઓસ્ટ્રિયા પહોચશે.. છેલ્લા  40 વર્ષોમાં  ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ  ઓસ્ટ્રીયા યાત્રા છે. અને બંને દેશોના રાજદ્વારી સંબંધો માટે આ યાત્રા ઘણી મહત્વની છે. ભારત અને ઓસ્ટ્રીયા વચ્ચે વેપાર, ટેકનિક અને સતત વિકાસના ક્ષેત્રમાં સંબંધો ધણા મજબૂત છે. ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યાત્રા બંને દેશોના સંબંધોને નવી ઉંચાઈ આપશે.જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી રશિયાના પ્રવાસે છે. જે પ્રવાસ પૂર્ણ કરી આજે પ્રધાનમંત્રી ઓસ્ટ્રિયા ખાતે પહોંચશે.

રશિયા મુલાકાતની વાત કરીએ તો પુતિને ગળે લગાવીને પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું હતું. આ બાદ વાલદિમીર પુતિને પ્રધાનમંત્રી માટે ખાસ પ્રાઈવેટ ડિનરનું પણ આયોજન કર્યું હતું. ડિનર કર્યા બાદ પ્રધાનમંત્રીએ આ માટે પુતિનનો ખાસ આભાર પણ માન્યો. રશિયા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીએ મોસ્કોમાં 22મી ભારત રશિયા વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેશે. આ શિખર પરિષદ ત્રણ વર્ષ પછી યોજાઈ રહી છે. કોરોના મહામારીને કારણે તે ત્રણ વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી હતી.