Whatsapp અને Telegram બાદ હવે Gmailમાં આવ્યું ચેટ ફીચર, આ રીતે અલગ હશે અન્ય એપ્સથી
- હવે જીમેઈલ પણ લાવ્યુ ચેટ ફીચર
- આ રીતે અલગ હશે અન્ય એપ્લિકેશનથી
- ગૂગલ અને ટેલીગ્રામને મળી શકે છે ટક્કર
આમ તો દરેક લોકો ચેટ કરવા માટે ટેલીગ્રામ, વોટ્સએપ અને અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે. લોકોને આ બધી એપ્લિકેશન પસંદ પણ આવે છે. તો આવા સમયે હવે જીમેઈલમાં પણ નવુ ફીચર એડ કરવામાં આવ્યું છે જે વોટ્સએપ અને ટેલીગ્રામની જેમ ચેટની સુવીધા આપી શકશે.
એપલ આઇફોન અથવા એન્ડ્રોઇડ પર જીમેઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મોટું અપડેટ છે. તમે જીમેઈલમાં ગૂગલ ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. હવે તમે જીમેઈલમાં જ મેઇલ, મીટ અને રૂમ્સ જોવા મળશે. આ બધાને હવે આઇઓએસ અને એન્ડ્રોઇડ જીમેઈલ એપ્લિકેશનનો ભાગ બનાવવામાં આવ્યા છે.
વોટ્સએપ અને ટેલીગ્રામના યુઝર્સ ભારતમાં કરોડોની સંખ્યામાં છે અને હવે જીમેઈલ ચેટ શરૂ થતા તેને પણ લોકો તરફથી સારો પ્રતિસાદ મળી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ચેટ મેસેજિંગ એપ્લિકેશન હાલમાં ફક્ત ગુગલ વર્કસ્પેશ યુઝર્સ માટે ઉપલબ્ધ હતી. હવે આ સુવિધા પર્સનલ એકાઉન્ટ માટે જાહેર કરવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે આઇફોન અને આઈપેડ પર ઉપલબ્ધ જીમેલ એપ્લિકેશનની નીચે ચાર ટેબ મળશે.
આ સુવિધા બાદ એવું માનવામાં આવે છે કે ગૂગલ ટૂંક સમયમાં તેની હેંગઆઉટ એપ્લિકેશનને દૂર કરશે. આ સુવિધા હાલમાં આઇઓએસ પર સારી રીતે કાર્ય કરી રહી છે પરંતુ એન્ડ્રોઇડ પર તે એક્સેસ નથી કરી શકાતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટૂંક સમયમાં એન્ડ્રોઇડને પણ એક્સેસ મેળશે.