Site icon Revoi.in

ફેસબુકમાં પણ આવશે વોટ્સએપ જેવું ફીચર, ફેક ન્યૂઝના ફેલાવા પર લાગશે રોક

Social Share

અમદાવાદ: ફેસબુક મેસેન્જર પર વોટ્સએપ જેવું નવું ફીચર આવશે. આ ફીચર હેઠળ હવે એક જ વારમાં ફક્ત પાંચ સંપર્કોને જ મેસેજ ફોરવર્ડ કરી શકાશે. ફેસબુકનો દાવો છે કે ખોટા સમાચારો અને ફેક ન્યુઝને રોકવા માટે તે એક મોટું પગલું ભરશે.

નોંધનીય છે કે 2018માં વોટ્સએપમાં ફોરવર્ડ લિમિટનું ફીચર આવ્યું હતું. હવે કંપનીએ મેસેન્જરમાં આવું જ ફીચર લાવવાની જાહેરાત કરી છે. ખરેખર આ ફીચર મિસ ઇન્ફોર્મેશન અને ફેક ન્યુઝને વાયરલ થતાં અટકાવવા માટે કરવામાં આવ્યું છે. કંપનીને લાગે છે કે વાયરલ મિસ ઇન્ફોર્મેશન અને હાર્મફુલ કન્ટેન્ટને સ્લો ડાઉન કરવાનો આ એક સારો માર્ગ છે.

ફેસબુક મેસેન્જરમાં મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદાની સુવિધા હાલમાં ટેસ્ટીંગ હેઠળ છે, ટેસ્ટ સફળ થયા બાદ તેને દરેક માટે જારી કરવામાં આવશે. નવા અપડેટમાં એક જ મેસેજને પાંચથી વધુ લોકોને ફોરવર્ડ કરવા પર ‘forwarding limit reached’ નું નોટીફીકેશન મળશે.

આ નવા ફીચરને લઇ ફેસબુકએ એક નિવેદનમાં કહ્યું છે કે ફેક ન્યુઝ ફેલાવાને રોકવા માટે ફોરવર્ડિંગ પર રોક લગાવવી ખૂબ અસરકારક છે, વોટ્સએપના મામલામાં આપણને ઘણો ફાયદો મળ્યો છે. ત્યારબાદ અમે તેને મેસેન્જર માટે પણ જારી કરવાનો નિર્ણય લીધો છે. ફેસબુક મેસેન્જરના આ ફીચરને પહેલીવાર આ વર્ષે માર્ચમાં ટેસ્ટીંગ દરમિયાન દેખાયું હતું. અને હવે કંપની તેને પસંદગીના કેટલાક યુઝર્સ માટે જારી કરી રહી છે. ફેસબુક મેસેન્જરમાં મેસેજ ફોરવર્ડિંગ ફીચર 24 સપ્ટેમ્બરથી વૈશ્વિક સ્તરે જારી કરવામાં આવશે.

_Devanshi