- સરકારે ચોખાની નિકાસ બેન કરી
- આ પહેલા ઘઉં અને લોટની નિકાસ પર મૂક્યો હતો પ્રિબંધ
દિલ્હીઃ- ભારત સરાકરે હવે ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતે તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ગુરુવારે ચોખાના વિવિધ ગ્રેડની નિકાસ પર 20 ટકા ડ્યુટી લાદી હતી કારણ કે અનાજના વિશ્વના સૌથી મોટા નિકાસકારે ચોમાસાના સરેરાશથી ઓછા વરસાદ બાદ પુરવઠો વધારવા અને સ્થાનિક ભાવોને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો.
ચોખાના વધતા ભાવને અંકુશમાં લેવા માટે ભારત સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ આજથી જ અમલમાં આવશે. અગાઉ તૂટેલા ચોખાની નિકાસ પર કોઈ ડ્યુટી લાગતી ન હતી.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અન્ય એક આદેશ હેઠળ નોન-બાસમતી ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યૂટી વસૂલવામાં આવશે. આ આદેશ પણ આજથી અમલમાં આવશે. જો કે બાફેલા અને બાસમતી ચોખાની નિકાસને આ પ્રતિબંધની બહાર રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારત 150 થી વધુ દેશોમાં ચોખાની નિકાસ કરે છે, અને તેના શિપમેન્ટમાં કોઈપણ ઘટાડો ખાદ્યપદાર્થોની કિંમતો પર ઉપરનું દબાણ વધારશે, જે દુષ્કાળ, ગરમીના મોજા અને યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે પહેલેથી જ વધી રહ્યા છે.જેને લઈને હવે સરકારે આ નિર્ણય લીધો છે આ સાથએ જ સરકારે પરબોઈલ્ડ અને બાસમતી ચોખાને નિકાસ ડ્યુટીમાંથી બાકાત રાખ્યા છે, જે 9 સપ્ટેમ્બરથી એટલે કે આજથી અમલમાં આવશે.