Site icon Revoi.in

ઘઉં પછી હવે ખાંડને લઈને સરકાર એક્શનમાં,નિકાસને 1 કરોડ ટન સુધી મર્યાદિત કરવાની યોજના

Social Share

દિલ્હી:પૂરતા પ્રમાણમાં સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકાર છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસ 1 કરોડ ટન સુધી મર્યાદિત કરી શકે છે.સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. સુગર મિલોએ અત્યાર સુધીમાં માર્કેટિંગ વર્ષ 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં 90 લાખ ટન ખાંડની નિકાસ માટે કરાર કર્યો છે સૂત્રોએ જણાવ્યું કે,આમાંથી 75 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે.

બ્રાઝિલ પછી ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “ખાંડની નિકાસ નિયંત્રણો અંગેનું નોટિફિકેશન એક-બે દિવસમાં બહાર પાડવામાં આવશે.” નવા 2022-23  વર્ષ પહેલા બે મહિનોમાં ઘરેલું માંગને પૂર્ણ કરવા માટે સપ્ટેમ્બર 2022 ના અંતમાં 60 લાખ ટનનો છેલ્લો બાકી સ્ટોકની આવશ્ક્યતા છે. તે જ સમયે, દેશની પ્રાથમિકતા એ છે કે,પ્રથમ સ્થાનિક જરૂરિયાત પૂરી કરવી, કિંમતોને નિયંત્રણમાં રાખવી અને જ્યારે સરપ્લસ જથ્થો બાકી હોય ત્યારે જ નિકાસને મંજૂરી આપવી.

સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલેથી જ કોન્ટ્રાક્ટેડ જથ્થાનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વર્તમાન માર્કેટિંગ વર્ષના અંતના થોડા મહિના પહેલા નિયંત્રણો લાદવામાં આવે તેવી શક્યતા છે. વર્ષ 2020-21માં દેશે 70 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી. ખાંડની મુખ્ય આયાત કરનારા દેશોમાં ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત અરબ અમીરાત, મલેશિયા અને આફ્રિકન દેશો છે.