Site icon Revoi.in

કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક, નવા લક્ષણ આવ્યા સામે

Social Share

આખી દુનિયામાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાની બીજી લહેર ફરી એકવાર લોકોને ડરાવી રહી છે. અહીં 24 કલાકની અંદર દરરોજ 1 લાખથી વધુ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં આ ડબલ મ્યુટેન્ટના ફેલાવાને કારણે લોકો ખૂબ બેદરકારી હોવાનું માનવામાં આવે છે.

ડોકટરો અને હેલ્થ એક્સપર્ટ કોરોનાની આ લહેરને લઈને ખૂબ જ ચિંતિત છે અને તેને પહેલા કરતા વધુ ખતરનાક અને સંક્રામક માની રહ્યા છે. તો ચાલો જાણીએ કે કોરોનાની આ બીજી લહેરના લક્ષણ પહેલી લહેર કરતા કેટલા અલગ છે. ભારતમાં ફેલાયેલા નવા કોરોના વાયરસના વિવિધ લક્ષણો સામે આવી રહ્યા છે. આ લક્ષણો કોરોનાની પહેલી લહેરથી થોડા અલગ છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, કેટલાક દર્દીઓમાં કોરોનાના અસામાન્ય લક્ષણો જોવા મળે છે, જેમાં પેટમાં દુખાવો,ઉલટી થવી અને શરદીનો સમાવેશ થાય છે. જો કે, પહેલી લહેરમાં કફ અને તાવને કોરોનાના મુખ્ય લક્ષણો માનવામાં આવ્યાં હતાં. આ જ કારણ છે કે ડોકટરો હવે લોકોને આ સામાન્ય લક્ષણો વિના કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી રહ્યા છે.

આ ઉપરાંત કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓમાં સાંધાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, જઠરાંત્રિય રોગ, નબળાઇ અને ભૂખ ઓછી થવી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તાવ અને કફ જેવા કોરોનાના સામાન્ય લક્ષણો સિવાય અસામાન્ય લક્ષણ યુકે અને અન્ય યુરોપિયન દેશોમાં સંક્રમણની બીજી,ત્રીજી લહેર દરમિયાન જાણવા મળ્યા છે.

કોરોનાના મોટાભાગના કેસો હળવા અથવા વગર લક્ષણોવાળા સામે આવી રહ્યા છે. જે રીતે કોરોના પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે,તે દરેક લોકોને જુદી-જુદી રીતે અસર કરી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરની જેમ નવા વેરીઅન્ટથી પણ તે લોકોને વધુ જોખમ છે.જેને પહેલેથી કોઈ બીમારી છે. આવા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.

હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, કોરોનાનું નવું વેરિઅન્ટ શરીર પર જુદી-જુદી રીતે હુમલો કરી રહ્યું છે.નવું સ્ટ્રેઇન ખૂબ જ સંક્રામક છે અને ફેફસાં અને શ્વસન માર્ગમાં સરળતાથી ફેલાય છે. આને કારણે ન્યુમોનિયા થઇ રહ્યો છે,જે કોરોનાને વધુ જીવલેણ બનાવી રહ્યું છે.

દેવાંશી