મોટાભાગના લોકો અનેક સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાથી પીડાય છે અને ઘણા એવા પણ રોગો છે જેના કારણે લોકો વર્ષોથી આવા રોગોનો સામનો કરતા હોય છે. જોકે હવે ગ્રીન લાઈટ થેરાપી દ્વારા વર્ષો જૂના દર્દને પણ ઘટાડી શકાય છે અથવા દૂર કરી શકાય છે.આ લેખમાં અમે તમને આ ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જાણો અહીં
ગ્રીન લાઇટ થેરાપી આજકાલ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. આ થેરાપીમાં, દર્દી અથવા પીડાથી પીડિત વ્યક્તિને ગ્રીન લાઇટવાળા રૂમમાં સમય પસાર કરવાની સલાહ આપવામાં આવે છે.ખાસ વાત એ છે કે આ થેરાપીની કોઈ સાઈડ ઈફેક્ટ સામે આવી નથી. તેના પ્રયોગની વાત કરીએ તો તેના પર બે અઠવાડિયા સુધી લોકો પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને દરરોજ 4-4 કલાક લાલ, લીલા અને કાળા જેવા વિવિધ રંગોના ચશ્મા પહેરવા આપવામાં આવ્યા હતા. સંશોધનમાં જાણવા મળ્યું છે કે લીલા રંગને કારણે લોકોમાં પીડાની ચિંતા ઓછી થઈ હતી.
અહેવાલ મુજબ, અમેરિકામાં 50 મિલિયનથી વધુ લોકો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાને કારણે પીડા અથવા અસ્વસ્થતાનો સામનો કરે છે. આ માટે એક્યુપંક્ચર, મસાજ અથવા દવાથી સારવાર મળે છે, પરંતુ જરૂરી નથી કે આ પદ્ધતિઓ અસરકારક સાબિત થાય. કેટલીકવાર લોકો ડ્રગ્સના વ્યસની પણ થઈ જાય છે. જો કે, અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીમાં એક સંશોધન બહાર આવ્યું છે, જે સૂચવે છે કે ગ્રીન લાઇટ થેરાપી દ્વારા, તે પીડાને દૂર કરવામાં મદદ કરે છે.