Site icon Revoi.in

અગ્નિપથ યોજના: ભારતીય વાયુસેનામાં ભરતી માટે 3 દિવસમાં 56,960 રજીસ્ટ્રેશન થયું

Social Share

દિલ્હી:ભારતીય વાયુસેના (IAF) ને રવિવાર સુધીમાં અગ્નિપથ ભરતી યોજના હેઠળ 56,960 અરજીઓ મળી છે.આ યોજના સામે ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ પછી અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટેની નોંધણી પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ. એટલે કે ત્રણ દિવસમાં લગભગ 57 હજાર ઉમેદવારોએ ભરતી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

ભારતીય વાયુસેનાએ રવિવારે ટ્વિટ કરીને કહ્યું, “56960! અગ્નિપથ ભરતી અરજી પ્રક્રિયાના જવાબમાં https://agnipathvayu.cdac.in પર ભાવિ અગ્નિપથ તરફથી અત્યાર સુધીની કુલ અરજીઓની સંખ્યા છે.નોંધણી પ્રક્રિયા 5મી જુલાઈએ બંધ થઇ જશે.”

14મી જૂને અગ્નિપથ યોજના શરૂ કરતાં સરકારે કહ્યું હતું કે,17થી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે સેનામાં સામેલ કરવામાં આવશે, જ્યારે તેમાંથી 25 ટકા નિયમિત સેવા માટે પાછળથી સામેલ કરવામાં આવશે.સરકારની આ યોજના સામે દેશના ઘણા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન પણ થયા હતા.

16 જૂનના રોજ, સરકારે વર્ષ 2022 માટે આ યોજના હેઠળ ભરતી માટેની ઉપલી વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી હતી.બાદમાં, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સંરક્ષણ મંત્રાલયમાં તેમના વિભાગમાં નિવૃત્ત અગ્નિવીર માટે 10 ટકા અનામતની પણ જાહેરાત કરી હતી.