- 11 ફેબ્રુઆરીએ આગ્રાનો કિલ્લો રહેશએ બંધ
- તો 12 ફેબ્રુઆરીએ તાજમલેનની મુલાકત પણ બંધ
- જી 20ને લઈને લેવાયો નિર્ણય
લખનૌઃ- દેશ આ વર્ષ જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને અગાઉથી અનેક બેઠકો મળી રહી છે સમગ્ર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સંદર્ભે આગ્રામાં પુરાતત્વ વિભાગે એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે.
આ નિર્નિણય હેઠળ 11 ફેબ્રુઆરીએ આગ્રાનો કિલ્લો અને 12 ફેબ્રુઆરીએ તાજમહેલ આખો દિવસ બંધ રહેશે. સામાન્ય લોકો 11 ફેબ્રુઆરીએ આગ્રાના કિલ્લામાં અને 12 ફેબ્રુઆરીએ તાજમહેલમાં પ્રવેશી શકશે નહીં. G20 પ્રતિનિધિમંડળની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારત આ વર્ષે વૈશ્વિક ઈવેન્ટ G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. દેશના 56 શહેરોમાં 200થી વધુ બેઠકો યોજાવાની છે. જે માટે શહેરોના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે.આ વર્ષ દરમિયાન ભારત દેશ જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે દેશની પ્રાચીન ઘરોહર ગણાતા શહેરો અને સ્મારકોને સજાવવામાં આવી રહ્યા છે રાજધાની દિલ્હીમાં રસ્તાઓ સહીત કામકાજ કરાવામાં આવી રહ્યું છે ત્યારે ઉત્તરપ્રદેશ પણનું આગ્રા પણ આ શહેરોમાંનું એક છે.
મળતી જાણકારી અનુસાર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ગ્રીન ડેવલપમેન્ટ અને ખેડૂતો, યુવા અને મહિલા સશક્તિકરણ જી-20 કાર્યક્રમની ત્રણ થીમ હશે., G-20 મીટિંગ દરમિયાન, “સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રાદેશિક ઉત્સવો પણ રાખવામાં આવશે. આ કાર્યક્રમો દરમિયાન, સ્વદેશી તકનીકનું પ્રદર્શન કરવામાં આવશે,જેને લઈને તૈયારીઓ શરુ થઈ ચૂકી છે.
આ સાથે જ આ કાર્યક્રમો દરમિયાન, સ્વદેશી તકનીકનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત જે તે શહેરમાં મિટિંગ હશે ત્યાના જ પ્રાદેશિક નાસ્તો મહેમાનો પીરસવામાં આવશે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પણ મહેમાનોને ખાસ રીતે ભેટ આપવામાં આવશે.