Site icon Revoi.in

ગાંધીનગરમાં એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્‍ડ પોલ્ટ્રી એક્સ્પોનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ત્રિદિવસીય એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્ડ પોલ્ટ્રી એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. એટલું જ નહીં આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ એકસ્પોમાં નવી-નવી ટેકનોલોજી સાથે પધારેલા અગ્રણી સાથે સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગાંધીનગરમાં તા. 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્‍ડ પોલ્ટ્રી એક્સ્પોના 12માં સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો હતો. એગ્રીકલ્ચર ટેકનોલોજી સેક્ટરમાં એશિયામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત આ પ્રદર્શનમાં ભારત અને અન્ય વિદેશી રાષ્ટ્રોના કુલ મળીને 172 એક્ઝીબિટર્સ સહભાગી થયા છે.

કૃષિ ક્ષેત્રે અદ્યતન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ધરતી પુત્રો માટે માર્ગદર્શક બની રહેલા આ પ્રદર્શનમાં 25 જેટલી ફોરેન બ્રાન્‍ડ પ્રોડક્ટ્સ પણ પ્રસ્તુત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ પ્રદર્શનનું ઉદઘાટન કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ઈફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિવિધ સ્ટોલ્સની પ્રત્યક્ષ મૂલાકાત લઈને મોડર્ન ટેકનોલોજી તેમજ પ્રોડક્ટ્સની જાણકારી મેળવવા સ્ટોલ ધારકો સાથે સંવાદ પણ કર્યો હતો.

ગુજરાતમાં ખેડૂતોની આવક વધવાની સાથે ખેત ઉત્પાદનમાં વધારો થાય તે દિશામાં સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં રાજ્યના ખેડૂતો પ્રકૃતિક ખેતી તરફ વળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, એટલે પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે જેથી અત્યાર સુધીમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે.